SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન વીશામું દર્શનાચારના આઠ આચારના પાલનપૂર્વક આરાધના કરવી. મિથ્યાત્વીના સંસર્ગથી દૂર રહેવું. મિથ્યાત્વની પુષ્ટિ ન થાય તેવી રીતનું વર્તન રાખવું. આપણું સમ્યકત્વ નિર્મળ બને તેવા ઉપાય જવા, અને આપણા સંસર્ગમાં આવનારનું પણ સમકિત નિર્મળ બને તેવી રીતે અનન્ય શ્રદ્ધા-આસ્તા અને ટેક પૂર્વક મન વચન કાયાને પ્રવર્તાવવી. આપણુ વાણું અને વર્તન, રહેણ અને કરણી અને આચાર અને વિચાર એવા ઉંચા અને સુંદર રાખવા કે જેથી આપણને જોઈને આપણું વચન શ્રવણ કરીને અને આપણું સમાગમમાં આવીને અન્ય આત્માઓ આરાધક બને, આપણે વ્યવહાર, આપણી વેશભૂષા, આપણા વ્યાપાર અને એ સુંદર વ્યવહાર રાખો કે જેનારનું હૈયું ગજગજ ફુલે અને એને પણ આરાધના કરવાને ઉલ્લાસ જાગે. પરમાત્માની ભક્તિમાં અને ગુરુ સેવામાં જે જે ઉપકરણે-સાધનો ઉપયોગમાં આવે તે બધા પિતે જાતે જ પિતાને ધનને વ્યય કરી વસાવવા, જિનમંદિર બંધાવવા, જિનમૂર્તિઓ ભરાવવી આ બધા શુભ કૃત્યોથી દર્શનશુદ્ધિ થાય છે અને સમકિત નિર્મળ બને છે. આ રીતે આરાધના કરનાર આરાધક બને છે, સુલભાધિ બને છે અને ભવભ્રમણને અંત કરી પરિમિત ભવે મોક્ષે સીધાવે છે. જ્ઞાનની આરાધના જ્ઞાનના આઠ અતિચાર ટાળી અને જ્ઞાનના આઠ આચા૨ના પાલનપૂર્વક સમ્યજ્ઞાનની આરાધના કરવી. સમ્યજ્ઞાનને અભ્યાસ કર, પઠન પાઠન કરવું, સવાધ્યાય કરેચિંતન,
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy