________________
૩૧૪
ધમ તત્વ પ્રકાશ
આધિપત્ય ધરાવતા અખંડ આજ્ઞા અને શાસન પ્રવર્તાવતા પુણ્યાઢય રાજા સુખ પૂર્વક સ્વર્ગમાં જેમ ઈદ્ર પિતાનું અખંડ શાસન પ્રવર્તાવે અને અનુપમ સુખને ભોગવે તેમ આનંદ પ્રમોદમાં પિતાના દિવસે વ્યતીત કરવા લાગ્યા. શ્રી તપનષિની પધરામણી
એકદા ઉદ્યાનપાલકે બે હાથ જોડી વિનમ્રવદને પુણ્યાઢય રાજાને તપન મહર્ષિની પધરામણના વધામણા આપ્યા અને કહ્યું કે આપણું ઉઘાન તેઓશ્રીના પાદપત્રથી પાવન બન્યું છે. આ સુંદર સમાચાર સાંભળતાં જ પુણ્યાઢય રાજા ખૂબ જ હતિ બન્યા અને પ્રમુદિત બની મેટા પરિવાર અને આડ. બર સાથે ગજરાજ પર આરૂઢ થઈ શ્રી ત૫નષિનાં દર્શને જાય છે. શ્રી તપન મહર્ષિની દેશના
શ્રી તપન રાજર્ષિની દેશના શ્રવણ કરવા માટે નગરમાંથી ટોળે ટોળા ઉમટી રહ્યા હતા. રાજા અને પ્રજા ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હતી. સૌ વાણી શ્રવણ કરવા ઉત્સુક અને આતુર હતા. બે હાથ જોડી અંજલિપૂર્વક વિનમ્રવદને પ્રણામ કરી સ યથાસ્થાને બેઠા હતા. તે વખતે શ્રી તપન રાજર્ષિએ પોતાની વાણીને પ્રવાહ ગંગાના પ્રવાહ જેમ અખલિત રીતે વહેતે કર્યો. કૈક આત્માએ એ અમી સમી મીઠી દેશનાના પ્રવાહમાં ભાવ અને ઉલ્લાસ પૂર્વક ઝીલી રહ્યા હતા. મહર્ષિએ પિતાની અમોઘ અને અમૃતમયી દેશનામાં આત્મા