________________
૨૮૪
ધર્મ તત્વ પ્રકાશ
થાય કે જ્યારે એમને પેટ પૂરતું આનંદથી મળી રહે. આપણે આ બાબતમાં વેઠ ઉતારવા જેવું કરીશું તે એનું પરિણામ હેઠ યાને સામાન્ય જ આવશે. માટે ધાર્મિક શિક્ષકેને આર્થિક દૃષ્ટિએ પૂર્ણ સંતોષ થાય તેવી યોજના ઘડવી. જોઈએ.
એમને એમના દરજજાની મુજબ માન મળવું જોઈએ. એમને નેકરની શ્રેણિમાં ગણવામાં આવે તો નેકર જેવું જ કામ થાય પણ ધાર્મિક શિક્ષકોને વિદ્યાગુરુ તરીકેના માનવંતા બિરુદથી નવાજવા જોઈએ.
આ રીતે ધાર્મિક પાઠશાળાઓના વિકાસ માટે સાંગપાંગ વિચાર વિનિમય કરી તે માટે ગ્ય અને ઘટતું કરી વામાં આવે એ અત્યંત આવશ્યક છે. કઈ પણ વસ્તુને સર્વાગ સુંદર બનાવવી હોય તે પ્રથમ વિચારધારા સર્વાગ સુંદર હેવી જોઈએ તે જ તેનું ધાર્યું પરિણામ આવી શકે.
આ પ્રમાણે આપણે આજના મંગળ પ્રવચનમાં અનેક મંગળ વાતને ચચ વિવિધ દષ્ટિ બિંદુ દ્વારા માર્ગદર્શન આપી સૌના ભલાની દષ્ટિ રાખી, સૌના મંગળની કામના કરી આજનું આ પ્રવચન સમાપ્ત કરીશું.