________________
ઘણાખ્યાન અઢારમું. પણ દિન દિન આયુ ખૂટે છે, જીવનદોરી પલકમાં તૂટે છે અને મોહરૂપી ચેરો આતમ ધન લૂટે છે અને અચાનક પ્રાણ વછૂટે છે. પછી માથા કૂટે ય કામ નહિ આવે. એ પહેલા આત્માને સમજાક સમજ સમજ! આમા સમજ! જવાનું છે એ ચોક્કસ હસતા હસતા જાવ કે રતા રતા જાવ, પણ ગયા વગર છૂટકા નથી! જ્યારે અહીંથી અચાનક એક દિવસ જવાનું થશે ત્યારે વિલે મઢ જવું પડશે તે પહેલા હે ચેતન! કંઈક ભાથુ બાંધી લે.
પૂ. ગુરુદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ એક સજઝાયમાં ફરમાવે છે કે
રાજા ગયા મહારાજા ગયા ને ગયા છે ઈ મારાથી અચાનક એક દિવસે ઉપડવું, આવશે તારી પણ વારી.
ભવિક તમે કરી લે ધરમ હિતકારી. જેના વગર તને ઘડી ય ચેન પડતું નહતું તેને છોડીને તારે જવું પડશે, જેને તું ટગર ટગર જોયા જ કરતા હતા એ તારી નજરથી દૂર થશે, બહાર જવા માટે કાર-મેટર વગર તને ચાલતું નહોતું. બત્રીશ શાક અને તેત્રીશ પકવાન્ન આગતે હતે. ઠંડીમાં કિંમતી શાલદુશાલ ઓઢીને રાજી થતું હતું, ટયુબ લાઈટના પ્રકાશ વગર, વિજળીના પંખા વગર, ઠંડા પીણું અને ઉના પીણાં, લહેજતદાર રહા, સંતરા મોસંબી આદિના ફળરસ, નોકર ચાકર, ફેન, રાચરચીલું વગેરે તારી જરૂરીયાતને કઈ પાર નહેાતે, પણ જ્યારે તું અહીંથી રવાના થઈશ, ત્યારે તારી શી દશા થશે? અને પરલોકમાં આ બધી સુખ સગવડ વગર તને કેમ ચાલશે ? આ બધે વિચાર અહીં કરવાનું છે.