________________
૧૮
ધર્મ તત્વ પ્રકાશ પારસલ મળતા અને ચીઠ્ઠી વાંચતા જ હું વેશ્યાને ત્યાં ગયે હતું, કારણ કે આપે લખ્યું હતું કે, પારસલ મળે કે તરત જ વેશ્યાને ત્યાં જઈને હાર આપી આવજે, અને પછી પાણી પીજે એટલે મારે ત્યાં જવું જ જોઈએ, શેઠજી મુનિમજીની વાત સાંભળી જરા વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે શું ત્યારે વેશ્યાએ હાર નહિ લીધે હેય ! વાત સાચી છે. શેની લે! તેને તે મારા પર પ્રેમ છે. એને હારની
ક્યાં પડી છે ! * ત્યારે મુનિએ કહ્યું શેઠ સાહેબ ! એવું કંઈજ નથી. મેં વેશ્યાને હાર આપ્યો નથી અને બતાવ્યું પણ નથી અને તમારી ચીઠી પણ આપી નથી. શેઠજી તે ફાટી આંખે સાંભળતાં રહ્યા કે મુનિમજી શું બેલે છે! વેશ્યાને ત્યાં ગયા અને હાર પણ ન આપ્યું અને ચીઠ્ઠી પણ ન આપી. શેઠ તે પાછા લાલ પીળા થઈ ગયા અને મુનિમજીને ઉધડે લેવા લાગ્યા કે આમ કેમ કર્યું ?
ત્યારે મુનિમજી કહે શેઠજી ! બહુ ઉતાવળા ન થાવ, જરા શાંત થાવ! અને શાંતિથી બધી વાત સાંભળે તે તમને પબર પડશે કે મેં વેશ્યાને આપને હૂકમ હોવા છતાં હાર કેમ ન આપે. આપ જયારે બધી વાતથી વાકેફ થશે ત્યારે આપ ખુદ શાબાશી આપશે કે તમે ઠીક કર્યું. શેઠ તે હકીકત સાંભળવા અધીરા બન્યા હતા એટલે મુનિમને કહ્યું બેલો શી હકીકત છે.? | મુનિએ કહ્યું શેઠજી! મેં વિચાર કર્યો કે જે વેશ્યાના