________________
નહર
વ્યાખ્યાન દસમું
. ધમ્મ મંગલની આ ગાથામાં શાસ્ત્રકાર મહર્ષિ પ્રથમ જે વસ્તુને યાદ કરે છે તે વસ્તુ આપણા માટે અને જગતના માટે અત્યંત ઉપયોગી છે. શાસ્ત્રકાર મહર્ષિ પ્રથમ ધર્મને યાદ કરે છે. કારણ કે ધર્મ વિના કેઈ પણ પ્રાણું આ જગતમાં સુખી અને સમૃદ્ધ થઈ શકતું નથી અને સદ્દગતિને મેળવી. શકતું નથી, આત્માને માટે ધર્મ એ અમૃત સમાન છે. કારણ કે ધર્મજ આત્માને અમર બનાવે છે, ધર્મ જ આત્માનું રક્ષણ કરે છે. અને ધર્મજ આત્માને જન્મ મરણના પંજામાંથી મુક્ત કરે છે, આજે જગતમાં અણુ બોમ્બની કિંમત ઘણી મોટી આંકવામાં આવી છે, કારણ કે એક અણુ બોમ્બની પાછળ કેડે અને અબજ ડોલરે ખર્ચાય છે, પણ આ અણુબોમ્બ લાખો-કેડો નિર્દોષ પ્રાણીના સંહાર કરી નાંખે છે, પણ જે એ કઈ અણુઓ હોય કે જે હજાર અને લાખ માણસેનું રક્ષણ કરે અને મૃત્યુથી બચાવે, આવા રક્ષણ કરનાર બેબની કેટલી કિંમત થાય ? સૌ કોઈ આ પ્રશ્નના જવાબમાં એકી સાથે એકી અવાજે બોલી ઉઠશે કે અમૂલ્ય, જેના મૂલ્ય ન અંકાય, આવા અણુમ્બની કિંમત આંકી ન અંકાય. જે આ કિંમતી, રક્ષણ કરનાર ઉપદ્રવથી બચાવનાર, અને