________________
૧૪
વ્યાખ્યાન નવમું વિમાનમાં વિમાનાધિપતિ દરાંક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં માનવભવ મેળવી ચારિત્ર અંગીકાર કરી, ઘાતિ અઘાતિ કમને ક્ષય કરી ક્ષે જશે. આ રીતે નંદ મણિયાર સમકિત પામ્યા પછી અને વ્રતધારી થયા પછી પણ સાધુ મહાત્માના સમાગમના અભાવે તેમજ ભગવાનની વાણ શ્રવણ કરવાના અભાવે અને મિથ્યાત્વીઓની સેબતમાં રહેવાથી, તે શ્રદ્ધા ગુમાવી બેઠે, અને મિથ્યાદષ્ટિ બની એણે પિતાને ભવ બગાડી નાખ્યું.
આ ઉદાહરણ આપણને અને બેધ અને પ્રેરણા આપે છે-કે જે આપણે સમકિતને ટકાવી રાખવું હોય અને ધર્મ ભાવનાને સ્થિર રાખવી હોય, જીવનને સાર્થક કરવું હોય અને સદ્દગતિ મેળવવી હોય તે હંમેશાં સાધુ મહારાજના સમાગમમાં રહેવું જોઈએ, અને સદા પરમાત્માની વાણી શ્રવણ કરવી જોઈએ.
આજે કેટલાક ભાવિકે શ્રી જીનેશ્વર દેવની ભક્તિ ઉપાસના કલાકોના કલાક સુધી કરે છે પણ જીનવાણી શ્રવણ કરતા નથી, આ વસ્તુ બરાબર નથી, પૂજા પણ કરવી જોઈએ અને જીનવાણું તે અવશ્ય શ્રવણ કરવી જોઈએ, એમાંથી જ આપણને અવનવી પ્રેરણા મળે છે, નવું જ્ઞાન થાય છે, આપણી ભૂલે સુધરે છે, ત્યાગ વૈરાગ્યમાં આત્મા સ્થિર થાય છે, જેટલી વાર સાંભળીએ તેટલીવાર કર્મની નિર્જરા થાય છે, શ્રત સામાયકને લાભ થાય છે, સદ્દગુરુનાં દર્શન થાય છે, આપણા હૃદયમાં ઘર કરી ગયેલી શંકા કુશંકાનું સમાધાન થાય છે, શ્રદ્ધા દઢ બને છે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે,