________________
૯૧
વ્યાખ્યાન ૯ મું તે એનું હૈયું કંપી ઉઠ, ડ, કે મેં આ શું કર્યું ! આ તે બેટનો ધંધે છે. કમાણીના અવસરે કેણ એવો મૂર્ખ હોય કે ખોટને ધંધો કરી મેળવેલી લક્ષમી બરબાદ કરે, મતલબ કે ડી આરાધના કરી પુણ્ય ભેગું કર્યું અને પછી કરી વિરાધના એટલે બધું જ ખેઈ નાંખવું એ તે મૂર્ખાઈનું કામ છે.
સમ્યગ્દર્શનની એ એક મહાન ખૂબી છે કે-સમકિત ભલે ક્ષણવાર આવીને પાછું ચાલ્યું જાય, જરાક સ્પશી જાય, ભલે જરાકવાર રહે પબ એકવાર જે ક્ષણ પણ સમક્તિને સ્પર્શ થઈ ગયે તે સમજી લેજે કે આપણે અપરિમિત સંસાર કપાઈ ગયે, અનંત પુદગલ પરાવર્તની રખડપટ્ટી કપાઈ ગઈ. ફક્ત અડધા પુદ્ગલ પરાવર્તની અંદર એ આત્માને અવશ્ય મેક્ષમાં લઈ જશે એમાં મીનમેખ નહિ એ હકીકત છે.
સમકિત દષ્ટિ આત્માને સમ્યકત્વના ભાવમાં વર્તતા કર્મોને બંધ પણ દીર્ઘ યાને લાંબી સ્થિતિને પડતે નથી, કારણ કે એના પરિણામ નિર્ઘણ અને નિર્વસ હેતા નથી. એ પાપ કરે છે, પણ કંપતા હૃદયે, કરવું પડે છે માટે કરે છે. તે રસપૂર્વક કરતો નથી. માટે કર્મની સ્થિતિ એછી બંધાય છે. મતલબ એ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતે નથી. વંદિત્તા સૂત્રની ગાથા એ જ વાતને રજુ કરે છે–
सम्मदिट्ठी जीयो, जइ वि हु पावं समायरे कि चि । अपोसीय होइ बंधो, जेण न निधसंकुणई ॥ સમકિત આવ્યા પછી વિચારોનું ભારે પરિવર્તન થાય છે,