________________
ધર્મ તત્વ પ્રકાશ
જાણી લીધી અને તે વાત સાચી પડી. એટલે જે વિદ્યમાન વતુ નથી તે જ્યોતિષના જ્ઞાન દ્વારા પણ જાણી શકાય છે. તે કેવળજ્ઞાની-પૂર્ણ જ્ઞાનવાળા તીર્થ કર દેવે વિ. વસ્તુ વિદ્ય માન ન હોવા છતાં કેમ ન જાણી શકે! અરે અવધિજ્ઞાન ધરાવનારા દે પણ અવધિજ્ઞાન દ્વારા લાંબા કાળ સુધીની ભૂત-ભવિષ્યની વાત જાણી શકે છે.
- આજે જે વસ્તુ વિદ્યમાન નથી, જેના સાધન નથી, જાણવાને કઈ ચિન્હ કે નિશાની નથી તેવી અતીન્દ્રય વસ્તુ પણ, ભવિષ્યમાં થનારી વસ્તુ પણ દેવતાઓ અવધિજ્ઞાન દ્વારા જાણી શકે છે, જોઈ શકે છે અને કહી શકે છે, તે પછી કેવળજ્ઞાની સર્વજ્ઞ ભગવંત ત્રણકાળની વાત કહી શકે એમાં શી નવાઈ!
એને સાર એ છે કે કેવળજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ત્રણે ય કાળનું અને ત્રણેય લેકનું અને પળે પળે પલટાતા તમામ ભાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે.
આપણે મૂળ વિષય શ્રદ્ધાને છે, શ્રી જીનેશ્વર ભગવંતના વચન ઉપરનો વિશ્વાસ આત્માને માટે અત્યંત ઉપયોગી છે.
નેશ્વર ભગવંતના વચન ઉપર જેટલું વધારે વિશ્વાસ તેટલી જ શ્રદ્ધા દઢ બને અને તેથી ધર્મની આરાધના સુંદર થાય માટે આપણે શ્રદ્ધાને ખૂબ જ દઢ બનાવવાની જરૂર છે. કારણ કે દઢ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ભાવથી ફરેલી આરાધના મહાન