________________
વગેરેનું દુઃખ છે જ્યારે તે દૂર થાય છે ત્યારે આત્મા અજરઅમર પદ પામે છે.
જૈન શાસન અને જૈન શાસ્ત્રોમાં જીવ બંધારણમાં પુદ્ગલની આવી જ કલ્પના કરી છે.
પુદ્ગલ ખાણો પુગલ પીણો પુદ્ગલરૂપી કાયા, વર્ણ ગંધ રસ સ્પર્શ સહુ એ પુદ્ગલ હું કી માયા. જન્મ જરા મરણાદિક ચેતન નાનાવિધ દુઃખ પાવે, પુદ્ગલ સંગ નિવારત તિણ દિન અજર અમર હો જાવે. પુદ્ગલ રાગ કરી ચેતન હું હોત કર્મકી બંધ, પુદ્ગલ રાગે બાર અનંતી નાતમાત સૂત થઈયા. કિસકા બેટા કીસકા બાબા ભેદ થાય જબ લહીયા, વિષય વાસના ત્યાગો ચેતન સાચે મારગ લાગો રે. તપ જપ સંજમ ધનાદિ સહુ ગિણતિ એક ન આવે રે,
ઈન્દ્રિય સુખમે જી લૌ એ મન વક્ર તુરંગ જેમ ધાવે રે. હાથી કામવાસનામાં, મત્સ્ય રસનામાં લુબ્ધ બનવાથી, ભ્રમર સુગંધમાં લપટાવાથી, પતંગિયું રૂપમાં, મૃગ શ્રોતેન્દ્રિયને વશ થવાથી પ્રાણ ગુમાવે છે એમ એક જીવ ઇન્દ્રિયોમાં આસક્ત થતા નાનાવિધ દુઃખ પામે છે. જ્યારે માનવી તું તો પાંચે પાંચ ઇન્દ્રિયોમાં રાગાંધ મોહાંધ બન્યો છે તો તારી દશા કેવી થશે?
પંચ પ્રબળ વર્તે નિત્ય જાક તાક કહા જ્યુ કહીએ રે
ચિદાનંદ એ વચન સુણીને નિજ સ્વભાવમાં રહીયે રે.” ૫૦મા પદમાં ધ્યાનનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવાયું છે. ચિદાનંદજીએ ધ્યાન અને યોગ પર ઘણું લખ્યું છે, એમની રચેલ સર્વ સંગ્રહમાં આઠ કાવ્યો છે એમાં જ્ઞાનરૂપી સાગરનું મંથન કરીને અપૂર્વ અને અભુત નવનીત જ્ઞાન ઠાલવી દીધું છે.
અધ્યાત્મ બાવનીમાં ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ છે. (૧) બાહ્ય સ્વરૂપ, (૨) આંતર સ્વરૂપ, (૩) શુદ્ધ સ્વરૂપ અધ્યાત્મબાવની
ધર્મ થકી ધન સંપજે, ધર્મે સુપિયા હોય, ધર્મે યશ વાધે ઘણો, ધર્મ કરો સહુ કોય. ધર્મ કરે છે પ્રાણીયા, તે સુખિયા ભવ માંહ,
ગમાં સહુ જી જી કરે, આવી લાગે પાય. ધર્મ ધર્મ સહુ કરે, ધર્મ ન જાણે કોય; ધર્મ શબ્દ જગમાં વડો, વીરલા બુજે કોય. આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ, જન મન રંજન ધર્મનું મૂળ ન એક બદામ.
પ.પૂ. ચિદાનંદજી મ.સા. ૨ ૪૩