________________
પૂજ્ય શ્રી કાંતિવિજયજી મ.સા. પૂજ્ય શ્રી ચતુરવિજયજી મ.સા. અને આગમ પ્રભાકર પુણ્યવિજયજી મ.સા. આ ત્રણેય મહાત્માઓ જૈન શાસન અને જેને જ્ઞાનક્ષેત્રનાં અજોડ મહાન ધુરંધરો હતા. લક્ષ્મણભાઈ ભોજકે આ ત્રણેયનાં ચરણોમાં સેવા, શુશ્રષા અને વિનયભક્તિ વડે તેમનાં માર્ગદર્શન હેઠળ અથાગ અનુભવજ્ઞાન, હૈયા ઉકલત કે કોઠાસૂઝરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ ગુણા, કૃતજ્ઞ શિષ્ય હતા. તેઓ તેમના માનસપુત્ર, શરીરના પડછાયાની જેમ અંતિમ ક્ષણે પણ સાથે જ હતા. પારસમણિના સ્પર્શથી સમગ્ર જીવન વિદ્યાસાધનાને સમર્પિત કર્યું અને વિદ્યામય બન્યા. સમાજને અણમોલ ભેટ ધરી.
૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા પછી દશ વરસે પાકિસ્તાનમાં ગયેલા. ત્રેવીસ ગામના ગ્રંથભંડારો આપણે પાછા મેળવ્યા અને દિલ્હીના બી. એલ. ઇન્સ્ટિટ્યુટમાં લાવવામાં આવ્યા, ત્યારે એ ભંડારોને વ્યવસ્થિત કરવાનું, ગ્રંથોના વર્ગીકરણ અને સૂચિપત્રો બનાવવાનું કામ એમના માર્ગદર્શન નીચે થયું હતું. થોડા થોડા દિવસે તેઓ અમદાવાદથી દિલ્હી જતા. સાધ્વીજી મૃગાવતીશ્રી, શ્રી સુવતાજી, સુયશાશ્રીજી અને સુપ્રજ્ઞાશ્રીજીને દોરવણી આપતા હતા કે પ્રાચીન પોથીઓને કેવી રીતે બાંધવી કે એમાં હવા કે જીવાત પેસે નહિ ને પ્રતો નાશ ન પામે કે સડે નહિ. હસ્તપ્રતોની સાચવણીની પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિનું સર્વાગીણ વિજ્ઞાન તેઓ જાણતા હતા. એ પોથીઓને પેટી કે કબાટમાં કેવી રીતે ગોઠવવી એ કલાના એ જાણકાર હતા.
કોઈ રહસ્ય અને ભેદભરમ જાળવવા કૂટલિપિ કે સાંકેતિક લિપિનો ઉપયોગ પ્રાચીન કાળમાંય થતો હતો. એવાં લખાણ પણ લક્ષ્મણભાઈ સફળતાપૂર્વક ઉકેલી શકે, આવાં લખાણો ઉકેલતાં ક્યારેક કોઈ અક્ષર કે શબ્દ બરાબર બંધબેસતો ન આવે, અર્થ સમજાય નહિ તો એ અક્ષરના મરોડ પર ધ્યાન કેન્દ્રિત કરે ને નિંદ્રામાં અસંપ્રજ્ઞાત મન એનો અર્થ બેસાડતું જ રહે. ને એનો અર્થ બેસે ત્યારે જ શાંતિ થાય. કોઈ વાર એવું લખાણ ડાયરીમાં લખી રાખે ને સમય મળે ત્યારે અક્ષરોને ઉલટાવી સૂલટાવી લખ્યા કરે ને પછી એકદમ ઝબકારો થાય ને આખા લખાણનો અર્થ બેસી જાય.
લક્ષ્મણરેખા જેવા શ્રી લક્ષ્મણભાઈ ભોજકે પરમ પૂજ્યને પગલે પાટણ છોડી રાજનગરને કર્મભૂમિ બનાવી હતી. ઈ. સ. ૧૯૫૭માં અમદાવાદમાં પાનકોરનાકા ખાતે આવેલ લાલભાઈ દલપતભાઈના વંડાથી કાર્યની શરૂઆત કરી અને એલ. ડી. વિદ્યામંદિરમાં હસ્તપ્રત વિભાગના વડા તરીકે સફળતાપૂર્વક કામ કર્યું. એમનું કાર્યસૂત્ર “હું ભલો ને મારું કામ ભલું અંત સુધી પકડી રાખેલ. ભારતીય પોશાક સફેદ ઝભ્ભો અને ધોતીમાં સુસજ્જ, સીધી ટટ્ટાર ચાલ, ઉત્સાહી અને કાર્યશીલ ચહેરો, ચળકતો ભાલ પ્રદેશ, સિમ્પલ લિવિંગ હાઈ થીન્કીંગ વાળા અનુભવોની એરણ ઉપર કસાયેલ વ્યક્તિત્વ, યુવાનોને
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + પપ૧