________________
રચનાઓ સુગેય પદાવલી તરીકે લોકજીભે રમતી જોવા મળે છે. પરિણામ સ્વરૂપે સાહિત્યમાં ભક્તિરસની રમઝટ જામે છે. તેમની સમગ્ર સાહિત્યિક રચનાઓમાં ૨૧૦ જેટલી દેશીઓ છે. અલંકારઃ
વીરવિજયજીની રચનાઓમાં ઉપમા, દાંત, માલોપમા, યમક, રૂપક જેવા અલંકારોનો વિશેષ પ્રમાણમાં પ્રયોગ થયો છે. નગરવર્ણન, પાત્ર પરિચયમાં અલંકારોની સંખ્યા વિશેષ છે. યમક રચના તો કવિની આગવી સિદ્ધિ છે. વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ તો સહજ રીતે સ્થાન પામેલા જોઈ શકાય છે.
ધમિલકુમાર રાસમાં નાયક ધમ્મિલ વેશ્યા સાથે પ્રેમમાં પડે છે તે પ્રસંગને વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, ઉપમા અને દાંત અલંકાર દ્વારા પ્રાસાદિક અભિવ્યક્તિ કરી છે.
વિનયવતી વારાંગના, વચને વીંધાણો,
વિકસિત વનજ વનાશ્રયે, અલિક્યું લપટાણો || ૨ ||', તેમની નાનીમોટી પદ્યરચનાઓમાં પ્રાસયુક્ત મધુર પદાવલીઓ અને ગીત પ્રકારની લયાન્વિત પંક્તિઓ જોવા મળે છે. જેના નમૂના જોઈએ.
સરસ વચન રસ વરસતી, સરસ્વતી ભગવતી જેહ, શુભ મતિ દાયક શુભ ગુરુ, પ્રણમું ત્રિકરણ એહ.' સુણ અલબેલા અલબેલી વિણ કિમ જાશે જનમારો, હે રંગીલા, રંગીલી વિણ એળે જાશે અવતારો, ‘એક દિન અમે રંગભર રમતાંતાં, માહરે પગ,
ઝાંઝર રમઝમતાંતાં, નમ્રતા કહી નાથને નમતાંતાં.' ઉપરોક્ત ઉદાહરણોથી કવિની વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને ગીત રચનાની મંજુલ પદાવલીનો પરિચય થાય છે. ભાષાપ્રભુત્વ / ભાષાસમૃદ્ધિ
વીરવિજયજીની પ્રતિભાનો વિચાર કરતાં તેમની ભાષા સમૃદ્ધિ પ્રત્યે અનાયાસે ખેંચાઈ જવાય છે. તેમને પ્રાકૃત-સંસ્કૃત, મારુ ગુર્જર, હિંદી, જૂની ગુજરાતી, વર્તમાન ગુજરાતી આ બધી જ ભાષાઓ પર પ્રભુત્વ હતું. પંડિતની પ્રતિભા કવિ તરીકે પૂજાસાહિત્યમાં સોળે કળાએ ખીલે છે. તેમની ભાષાકીય લઢણ કેટલાક ઉદાહરણો દ્વારા માણીએ. સ્નાત્રપૂજામાં પ્રારંભના કાવ્યની રચના સંસ્કૃત ભાષામાં છે.
'सरस शांति सुधारससागरं, शुचितरं गुणरत्न महागरम्;
भविकपंकज बोध दिवाकरं, प्रतिदिनं प्रणमामि जिनेश्वरम्.' દુહો ગુજરાતી ભાષામાં છે.
પંડિત વીરવિજયજી + ૧૧