________________
એમના મિત્રો, વિદ્યાર્થીઓ અને પ્રશંસકોએ નિવૃત્તિ સમયે વડોદરા યુનિવર્સિટીનાં પ્રથમ વાઇસ ચાન્સેલર શ્રીમતી હંસાબહેન મહેતાના પ્રમુખપદે એમને એકવીસ હજાર રૂપિયાની થેલી અર્પણ કરી, જેમાંથી પ્રેમાનંદ સાહિત્ય સભા અને વડોદરા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ડૉ. બી. જે. સાંડેસરા વ્યાખ્યાનમાળાની આયોજના થઈ છે તથા એ અન્વયે આ પહેલાં શ્રી અનંતરાય રાવળ અને શ્રી મનસુખલાલ ઝવેરીએ વ્યાખ્યાનો આપ્યાં છે. નિવૃત્તિ પછી પણ એમનાં સંશોધનકાર્યની પ્રવૃત્તિ એટલી જ વેગીલી રહી હતી. આ સમયે તેઓ હસતા હસતા કહે છે કે પહેલાં સરસ્વતીનો પગારદાર પૂજારી હતો, હવે માનદ્ પૂજારી બન્યો છું. ‘સ્વધર્મ’ બજાવ્યાના સંતોષ સાથે ૧૯૯૫ની અઢારમી જાન્યુઆરીએ આ બહુશ્રુત વિદ્વાન અને સંશોધકે વિદાય લીધી.
ડૉ. કુમારપાળ દેસાઈ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી,
જયભિખ્ખુ માર્ગ, એલિસબ્રીજ,
અમદાવાદ - 380007 R. 079-26602675 M. 9824019925
૫૪૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો