________________
વીરવિજયજીનું પૂજાસાહિત્ય
પૂજાઓ તો વીરવિજયજીની જ આવી એક ઉક્તિ લોકોમાં પ્રચલિત છે. જેમજેમ આપણે પૂજાઓ વાંચીએ અને ભણાવીએ એમ એમ આપણને આ વાત શીરાની જેમ ગળે ઊતરે છે. એમની રચેલી પૂજાઓમાં વિષય વૈવિધ્ય છે. જેમ કે (૧) સ્નાત્રપૂજા, (૨) પંચકલ્યાણકપૂજા, (૩) બાર વ્રતની પૂજા, (૪) પિસ્તાલીશ આગમની પૂજા, (૫) ચોસઠ પ્રકારી પૂજા, (૬) અષ્ટપ્રકારી પૂજા, (૭) ૯૯ પ્રકારી પૂજા 1 પ્રો. અનિલા દલાલ લખે છે એ મુજબ વીરવિજયજીનું પૂજા-સાહિત્ય એ માત્ર અભ્યાસ કે વાંચનનું જ સાહિત્ય નથી, પણ એ એક Living Ritual – જીવંત આચાર છે; જાણે કે Performing ..... તરીકે દશ્ય-શ્રાવ્ય રૂપે રજૂ થાય છે. તેમની પૂજાઓ તેમની બહુમુખી પ્રતિભાની જેમ જ વિવિધ આયામોવાળી છે. પૂજાઓના બંધારણમાં કાવ્ય, છંદ, અલંકાર, ભાષાસમૃદ્ધિ, ગેયતા, લયબદ્ધતા, દેશીઓનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ છે. આ બધા કારણોને લીધે પૂજા એટલી બધી લયબદ્ધ બને છે કે જાણે આપણે અમૃતનું રસપાન કરતા હોઈએ એવી પ્રતીતિ થાય છે.
પૂજાઓ અને વીરવિજયજી એ બંને જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો જ બની ગયા છે.
કવિ પંડિત વીરવિજયજીની રચનાઓની યાદી જોતા, તેમાંથી પસાર થતા તેના વિવિધ પરિબળો ધ્યાનમાં આવે છે.
શીર્ષકરચના: વ્યક્તિવાચક સ્ત્રી પુરુષોનાં નામથી કરવામાં આવી છે. આવી પાત્રપ્રધાન શીર્ષકરચના સમગ્ર કૃતિમાં કેન્દ્રસ્થાને હોવાથી પાત્રની પસંદગી કરીને શીર્ષક રચના કરી છે.
ગુરુ પરંપરા અને રચના સમય: વીરવિજયજીની નાની મોટી પ્રત્યેક રચનાઓમાં શુભવીર’ એવો ઉલ્લેખ છે. “શુભનો એક અર્થ કલ્યાણ, મંગલ છે અને બીજો અર્થ શુભવિજય એટલે કે કવિના ગુરુ. ‘વીરના પણ બે અર્થ છે. ભગવાન મહાવીર સ્વામી અને બીજો અર્થ કવિ પોતે જ કે જેમનું નામ વીરવિજયજી હતું. આમ શ્લેષયુક્ત અભિવ્યક્તિ કરી છે. દરેક કૃતિને અંતે રચના સમય મૂક્યો છે.
ફળશ્રુતિઃ પંડિત વીરવિજયજી જૈન પરંપરાના સાધુકવિ છે. એટલે તેમની રચનાઓનો પ્રધાનસૂર ધર્મોપદેશ જ છે. તેથી બીજા કવિઓ જે વિભિન્ન પ્રયોજનથી કાવ્ય બનાવે જેમાં ધન, યશ, કીર્તિની ઇચ્છા હોય એવું અહીં પ્રયોજન નથી. લાઘવ શૈલીથી ફળશ્રુતિ દર્શાવે છે.
સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે ઘરઘર હર્ષ વધાઈ.’
પંડિત વીરવિજયજી + ૯