SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ લાગણીઓ તો ભક્ત ભરવી પડે તે માટે તેવાં પદો કે સ્તવનો પોપટિયા ભાષાથી ન રટતાં તેવાં પદ્યસ્તવનના ભાવોને ગદ્યમાં ભગવાન સામે બોલવાથી હૈયું ગદ્ગદ બને છે. એકાગ્રતા અને ઉલ્લાસ વધે છે. શબ્દો જોડે સાતત્ય જળવાઈ રહે છે. પ્રભુની એક મનોમૂર્તિ માનસપટ ઉપર અંકાઈ જાય છે. ગદ્ય પ્રાર્થનામાં આ ચાર ગતિમાંથી છૂટવાની કાકલૂદી કરો અને દોષોનું વિવેચન કરો. મૈત્રી ભાવની યાચના કરો. ભગવાનને વિશેષણોથી વધાવો કે પ્રભુના ગુણો અને પોતાના દોષોની તુલના કરો. પણ જે પ્રાર્થના કરો તે હૈયાના ઊંડાણથી કરો. વાચના પ્રબોધ : “સ મિન પરમપ્રેમપ' પરમાત્મા વિશે ઊઠેલો પરમપ્રેમ તે ભક્તિ. ગુરુ શિષ્યને વૈરાગ્ય પમાડી સંસારની મોહજાળમાંથી મુક્ત કરાવે છે. શિષ્યના પ્રત્યેક યોગમાં ભાવોલ્લાસ વધતો જાય છે, અને શિષ્ય આત્મિક પ્રસન્નતાથી તરબતર રહે. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગમાં કોઈ અવરોધ ઉત્પન્ન ન થાય, શિષ્યમાં શિથિલતા ન આવે તે માટે પૂજ્યશ્રીની વૈરાગ્યવર્ધક અને સંયમવિશોધક માર્મિક વાચનાઓ થઈ છે. અહમદનગરમાં થયેલ પૂજ્યશ્રીની શ્રી મહાનિશિથસૂત્ર ઉપર થયેલી વાચનાઓએ શ્રમણોના હૃદય ધ્રુજાવી દીધા અને સૂક્ષ્મમાં અતિસૂક્ષ્મ દોષોની આલોચના લેવા તેમને મજબૂર કરી દીધા, તેવી તેમની વાચના હતી. શ્રમણોમાં આધ્યાત્મિક આરોગ્યની માવજત માટે તેઓ જીવનના છેલ્લા દિવસો સુધી વાચના ઔષધની પડીકીઓ શ્રમણોને આપતા જ રહ્યા. અત્યંત વ્યસ્તતા અને અથાગ પરિશ્રમ વચ્ચે પણ વાચના માટે અચૂક સમય ફાળવતા. પૂજ્યશ્રીના વાચનસંગ્રહોમાં (૧) યતિ-હિતોપદેશ, (૨) સ્વાધ્યાયનો સ્વાધ્યાય પ્રગટાવે શુભ ધ્યાન, (૩) વાચના પ્રસાદી, (૪) ભવ અનંતમાં દર્શન દીઠું, (૫) વાચનાનો ધોધ કરે આત્મ પ્રબોધ, (૬) વાચના વૈભવનો સમાવેશ થાય છે. સંયમીવર્ગમાં આત્મજાગૃતિનો નવસંચાર કરનારી પૂજ્યશ્રીની અપ્રગટ વાચનાઓ પણ પ્રગટ થતી રહે અને અનેકોના જીવનમાં દિવાદાંડી બનીને સૌમ્ય પ્રકાશ પાથરતી રહે. નિયમણમાં નિપુણ : નિર્ધામણા કરવામાં પૂજ્યશ્રીમાં અત્યંત કૌશલ્ય હતું. જીવન તો ઉત્સવ છે, તો મૃત્યુ તો મહોત્સવ છે. તે ક્યારે સંભવિત બને? જ્યારે પ્રભુનું શાસન રોમે-રોમે જેને વસેલું હોય, પોતે સાવધાન હોય તેવા મહાત્મા કરાવી શકે. પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય અને લઘુબંધુ પૂ. પં. શ્રી પદ્મવિજયજીના ગળાના કેન્સરની અસાધ્ય બીમારીમાં, કારમી પીડા વચ્ચે પૂજ્યશ્રીએ તેમની સમાધિ અખંડ રખાવી, મનને અશુભભાવમાંથી શુભભાવમાં લાવવાની અજબ હથોટી હતી. પૂજ્યશ્રીએ કેટલાય આત્માઓને પ્રેરકપત્રો દ્વારા સમાધિનું બળ પૂરું પાડ્યું. ગ્લાનસેવા અને ગુરુસેવા: ગ્લાન અને વૃદ્ધ સાધુઓની સેવા માટે પૂજ્યપાદશ્રી અત્યંત કાળજી અને તત્પરતા ઘખવતા. વ્યાધિમાં અટવાયેલાને સમાધિ ટકે તેવી સુંદર આરાધના કરાવતા. પોતાના પરમતારક પૂ. ગુરુદેવની નિશ્રામાં જીવનભર પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન - પ૦૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy