________________
સન ૧૯૫૧માં પ્રથમ ભાગનું વિમોચન પૂ.આ. વિજયપ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં, દ્વિતિય ભાગનું વિમોચન સન ૧૯૫૨માં પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીની નિશ્રામાં, તૃતીય ભાગનું વિમોચન પૂ. પન્યાસ શ્રી ભદ્રંકરવિજ્ય ગણ તથા પૂ. પન્યાસ શ્રી ધુરંધરવિજ્યજી ગણિની નિશ્રામાં સન ૧૯૫૩માં થયું. ત્રણે ભાગ બહોળો પ્રતિસાદ પામ્યા. અનેક આવૃત્તિઓ થઈ. ગુજરાતી અને હિંદી સંક્ષિપ્ત આવૃત્તિ છાપવામાં આવી જેની હજારો નકલો પણ વેચાઈ ગઈ. સાધુ તથા શ્રાવકો માટે એક અતિ ઉપયોગી અમૂલ્ય ગ્રંથની રચના શ્રી ધીરજભાઈ દ્વારા થઈ.
ઉપસંહાર
એક લબરમૂછીયો યુવાન અમદાવાદની પોળોમાં છાપખાનું શોધવા નીકળ્યો છે. તેને એવી લગની લાગી છે કે બાળકોનું ચારિત્ર ઘડાય અને ધર્મના જ્ઞાન સાથે ધર્મ પ્રત્યે શ્રદ્ધા પણ વધે. નીકળ્યો છે માત્ર એક જ પુસ્તક છપાવવા, શોધે છે છાપખાનું પણ એને ખબર નથી આ શોધયાત્રા એને એવા શિખરે પહોંચાડશે કે એના નામે લગભગ ૩૬૫થી વધારે પુસ્તક બોલશે, જેમાં ધાર્મિક ચરિત્રો, સાહસ કથા, પ્રવાસકથા, ૧૩ નાટકો, ખંડ કાવ્યો, દેશભક્તિના શૌર્યગીતો, વિજ્ઞાન, ગણિત, શિષપ્રહલિકા, બૃહદ્ભલિકા, રમૂજી ટુચકા, કોયડા ઉકેલવાના પુસ્તક, અન્ય લેખકો પાસે લખાવેલ ૪૦૦ પુસ્તકો, અનેક ગ્રંથમાળાઓનો સમાવેશ થશે.
ધર્મ પર અપૂર્વ શ્રદ્ધા, મંત્રો પર વિશ્વાસ, રોજ સેવા પૂજા, જાપ કરવા, નિયમિત જીવન, કોઈ જાતનું વ્યસન નહિ. પૂજન કરાવવા જવું. સિદ્ધ કરેલા યંત્રોનું વેચાણ કરવું. શતાવધાનના પ્રયોગો કરવા, અનેક પદવીથી વિભૂષિત, અનેક માન, અકામ, મેડલો, સર્ટિફિકેટ, રાજામહારાજાઓ તરફથી અનેક પુરસ્કારો, અનેક સાધુઓ પણ જેની પાસેથી અવધાન શિખ્યા.
પણ જે ઊગે છે એનો અસ્ત થાય છે. ધીરજભાઈને સુરેન્દ્રનગરમાં લકવાનો એટેક આવ્યો ત્યાં હૉસ્પિટલમાં દાખલ કર્યાં. મુંબઈમાં હરકિશનદાસ હૉસ્પિટલમાં દાખલ કર્યાં. ફરક ન પડ્યો, ઘરે લઈ આવ્યા. ધર્મપત્ની જેણે સુખમાં કે દુઃખમાં હસતા હસતા સાથ આપ્યો તે ઉત્તમ સહચારિણી દીર્ઘકાળનો સંગાથ છોડી તા. ૦૮-૦૨-૧૯૮૫ના રોજ સ્વર્ગે સિધાવ્યા.
કુલ દસ મહિનાની માંદગી ભોગવી પત્નીના મૃત્યુ પછી છ માસ પછી તા. ૨૩-૦૭-૧૯૮૫ના રોજ ધીરજભાઈ આ દુનિયા છોડી અનંતની યાત્રાએ ગયા.
૫૦૦ ૬ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો