________________
તંત્રીને આ નિર્ણય સામે ડર લાગતાં તે લેખ પરત કર્યો. જે બાદમાં મહાવીર જૈન વિદ્યાલયના સિલ્વર જ્યુબીલી ગ્રંથમાં પ્રસિદ્ધ થયો, પરંતુ તેમની દલીલો સામે કોઈ હજી સુધી જવાબ આપી શક્યું નથી. તેઓશ્રીના આવા વિશિષ્ટ નિબંધોથી તેમની વિદ્વત્તા અને પ્રતિભાનો પરિચય મળે છે.
આગમ સંપાદનના દુષ્કર કાર્ય વિશે મુનિશ્રીજીએ એક વક્તવ્યમાં જણાવેલ કે – “દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે એમ કહેવાની અને હિંમત નથી કરતા. હું તો ઇચ્છું કે અમે જે આ કામ કરીએ છીએ તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તો ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ કેવી રીતે પાર પાડવું તે પણ સામે એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારોનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે જે કંઈ ર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપયોગ અહીં કરી લેવો એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે.'
નિઃસ્પૃહયોગી પૂ. શ્રી પુણ્યવિજયજી આગમનું સંશોધન પોતાના જીવનકાર્યની જેમ પૂરા યોગથી કરતા. જાણે “આગમસંશોધન માટે તો ભેખ જ લીધો હતો. આવા આગમોના ખજાનચી અધ્યાત્મ જગતમાં એમના કામથી અમર બની ગયા છે.
સંપાદન ઉપરાંત હસ્તપ્રતો ભેગી કરવી, ગોઠવવી, તેની અન્વીક્ષા કરવી એ એમની પ્રિય પ્રવૃત્તિ હતી. પ્રાચીન જીર્ણશીર્ણ હસ્તપ્રતો, પ્રત નાની હોય કે મોટી, અધૂરી હોય કે પૂરી દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા, કોઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પરખ કરે એટલી ચીવટથી એનું મૂલ્યાંકન કરતા. મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથોની સાચવણીની પ્રાચીન તેમજ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમજ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂર્ણ પરિચિત હોઈ જીર્ણ ગ્રંથના પુનરુદ્ધાર માટે જરૂરી માવજત બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથોના સેળભેળ થયેલા પાનાઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની સૂઝ અને નિપુણતા અસાધારણ હતી. ચોંટીને રોટલો થઈ ગયેલી કેટલીય પ્રતો તેમના હાથે નવજીવન પામી હતી. પ્રતિઓના ઉદ્ધારના આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો સમાવેશ થતો. આ રીતે પ્રાચીન પ્રતોની સુરક્ષિતતા શક્ય બની.
મહારાજશ્રી, ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર તથા ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તર સૂચિઓને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી કોઈક સ્થાને તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ૪૮૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો