________________
પંડિત વીરવિજયજી
ફાલ્ગની ઝવેરી.
ડિો. ફાલ્ગનીબહેન વિશેષ ધર્મરુચિ ધરાવે છે. પૂજાસાહિત્ય ઉપર તેઓએ વિશેષ કામ કર્યું છે. પ્રસ્તુત લેખમાં પં. વીરવિજયજીના સાહિત્યના પરિચયની સાથે તે સાહિત્યની લાક્ષણિકતાઓ પણ દર્શાવી છે. – સં.]
રાજનગર કે જ્યાં અનેક સુંદર જિનપ્રાસાદ છે જ્યાં શેઠ હેમાભાઈના પુત્ર નગરશેઠ પ્રેમાભાઈ વસે છે ત્યાં શાંતિદાસનો પાડો એ નામની પ્રધાન પોળ ઘીકાંટા આગળ આવેલ છે, તેમાં જણેશ્વર અથવા યજ્ઞેશ્વર નામનો બ્રાહ્મણ પોતાની પ્રિયા નામે વિજયા સહિત રહેતો હતો. તેને એક પુત્રી નામે ગંગા અને એક પુત્ર નામે કેશવ થયાં હતાં. કેશવ મોટો થતા તેને એક વિપ્રકુમારિકા નામે રળિયાત સાથે પરણાવ્યો. કેશવ અઢાર (૧૮) વર્ષનો થયો એટલે ભીમનાથ ગામે માતા સહિત ગયો ને ત્યાં એક દિવસ માતા સાથે કલહ થયો એટલે કેશવ રોચક ગામ ગયો. ત્યાંથી પાલિતાણા જતાં રોગ થયો. ઘણા ઉપાય કરતાં તે મટે નહીં. શુભવિજય ગુરુ મળતા તેનો રોગ ગયો. પછી કેશવે પોતાને ઘેર જવાની આજ્ઞા માગી એટલે ગુરુએ કહ્યું કે ઘેર જઈને શું કરવાનું છે? અમારી પાસે દીક્ષા લ્યો. કેશવે વિચાર કરતાં તેમ કરવા કબૂલ કર્યું. ગુરુએ ખંભાત જઈ દીક્ષા આપવા જણાવ્યું, ત્યારે કેશવે વચમાં કોઈ સારું ગામ આવે ત્યાં જ દીક્ષા લેવા કહ્યું. વિહાર કરતાં માર્ગમાં પાનસર પહોંચ્યા, ત્યાં ગુરુએ સં. ૧૮૪૮ના કાર્તિક માસમાં કેશવને દીક્ષા આપી નામ વીરવિજય પાડ્યું જન્મ : સં. ૧૮૨૯ આસો સુદ દશમ વિજયાદશમી અમદાવાદ
રાજનગર, શાંતિદાસના પાડામાં માતા-પિતા : વિજયા બ્રાહ્મણી, જગ્નેશ્વર (યજ્ઞેશ્વર) બ્રાહ્મણ
કુળ : ઓદિચ્ય બ્રાહ્મણ બહેન : ગંગા પત્ની : રળિયાત દીક્ષા : સં. ૧૮૪૮ કારતક માસમાં પાનસરમાં ગુરુદેવ : શુભવિજયજી કાળધર્મ સં. ૧૯૦૮ ભાદરવા વદી ત્રીજને ગુરુવારે ભઠ્ઠીની પોળ, અમદાવાદ
પંડિત વીરવિજયજી + ૩