________________
સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યો.
* વિ.સં. ૧૯૬૯નું ચાતુર્માસ ડભોઈમાં અને વિ.સં. ૧૯૭૦નું ચાતુર્માસ પાટણમાં થયું. પાટણમાં ચાતુર્માસ બાદ એક શેઠે રાજસ્થાનના કેસરિયાજીની યાત્રા માટેનો સંઘ કાઢ્યો, તેમાં પણ શ્રી જિનવિજયજી જોડાયા. ત્યાંથી પાછા ફરી ગુજરાત આવ્યા અને વિ.સં. ૧૯૭૧નું ચાતુર્માસ મહેસાણા કર્યું. ત્યારબાદ વિ.સં. ૧૯૭૨માં ચાતુર્માસ કરવા પાટણ ગયા. ત્યાં એમણે પાટણના જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કર્યું. પાટણના જ્ઞાનભંડારમાંથી પ્રસિદ્ધ જૈન વૈયાકરણ શાંwાયન' સંબંધી ગ્રંથો મેળવી એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો. શ્રી જિનવિજયજીના જીવનનો આ પ્રથમ લેખ પ્રયાગની સુપ્રસિદ્ધિ પત્રિકા “સરસ્વતીમાં છપાયો. પાટણના જ્ઞાનભંડારોની વિસ્તૃત સૂચિ પણ તેમણે લેખના રૂપમાં છપાવી.
તેમના દ્વારા લખાયેલું સૌથી પ્રથમ પુસ્તક હતું – જૈનતત્ત્વસાર મૂળ ગુજરાતી)નો હિંદી અનુવાદ – “નૈનતત્ત્વતાર.' તેમણે જ શ્રી લાલા કનોમલના લખેલા પુસ્તક માટે સૌથી પહેલી પ્રસ્તાવના લખી હતી. તેમનું લખવાનું કામ હવે વધતું ગયું. પ્રાચીન ગુજરાતી ગ્રંથ નેમિનાથ રાજિમતી બારમાસા પાટણના જ્ઞાનભંડારમાંથી મેળવીને તેના પર એક લેખ તૈયાર કર્યો અને જૈન શ્વેતાંબર હેરલ્ડ કોન્ફરન્સમાં પ્રકાશિત કર્યો. પાટણથી ફરી તેઓ વિહાર કરતાં વડોદરા આવ્યા અને ત્યાં યોજાયેલા સાધુ સંમેલનમાં ભાગ લીધો. વિ.સં. ૧૯૭૩નું ચાતુર્માસ પણ વડોદરામાં જ કર્યું. તે દરમિયાન પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના નામથી જૈન ઐતિહાસિક ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો. આ ગ્રંથમાળા માટે એમણે “કૃપારસ કોશ', શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, જૈન શિલાલેખ સંગ્રહ ભાગ-૧, જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યો', 'દ્રોપદી સ્વયંવર નાટક વગેરે ગ્રંથોનું સંપાદન કર્યું. તે જ વર્ષે ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ' વડોદરા માટે પ્રાકૃત ભાષાના વિશાળ ગ્રંથ કુમારપાળ પ્રતિબોધ'નું સંપાદન પણ કર્યું.
વડોદરાથી વિહાર કરતાં કરતાં ભરૂચ, સુરત થઈને મુંબઈ આવ્યા. વિ.સં. ૧૯૭૪નું ચાતુર્માસ મુંબઈમાં જ કર્યું. એ દરમિયાન પૂનામાં ‘ભંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની સ્થાપના થઈ. આ સંસ્થાના નિમંત્રણને માન આપીને મુનિશ્રી ચાતુર્માસ પછી વિહાર કરીને પૂના પહોંચ્યા. વિ.સં. ૧૯૭૫નું ચાતુર્માસ પણ એમણે પૂનામાં જ કર્યું.
ભંડારકર ઇન્સ્ટિટ્યૂટના કાર્યમાં સહકાર આપવા મુનિશ્રીએ થોડો સમય પૂનામાં જ રહેવાનો વિચાર કર્યો. ભંડારકર ઈન્સ્ટિટ્યૂટના ભવનને બનાવવા માટે સંઘ દ્વારા પચાસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરાવી આપી અને આ સંસ્થાની નજીકમાં જ મુનિશ્રીએ “શ્રી ભારત જૈન વિદ્યાલયની સ્થાપના કરી. પૂનામાં તેઓ અનેક વિદ્વાનોના સંપર્કમાં આવ્યા. આ સમય દરમિયાન ભારતમાં પ્રથમવાર પ્રાચ્યવિદ્યા સંમેલનનું અધિવેશન પૂનામાં થયું, તેમાં મુનિશ્રીએ દરેક રીતે સક્રિય સહયોગ આપ્યો. આ અધિવેશનમાં હરિભદ્રાચાર્યસૂરિ કે સમય પર એક નિબંધ સંસ્કૃતમાં
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૬૭