________________
પુત્રનાં લક્ષણ પારણામાં' એ કહેવત અનુસાર બાળકના કપાળની રેખાઓ, તેજસ્વી સ્વરૂપ, સુંદર આકૃતિ ભવિષ્યના પ્રતિભાશાળી વિદ્વાન બનવાની આગાહી આપતાં હતાં. માતાપિતાએ પુત્રનું રાયસિંહ (રાજસિંહ) એવું સાર્થક નામ રાખ્યું. બાળકના જન્મ પછી માતાપિતાની ધર્મભાવનામાં ખૂબ વધારો થયો. અને પિતા વીરપાળભાઈએ તો મનોમન એવું નક્કી કર્યું કે જો મારો પુત્ર જૈન દીક્ષા અંગીકાર કરે તો મારે તેને રોકવો નહિ.’
રમણીય બાલજીવન :
વીરપાળ શેઠના પિરવારનું આ મોઘું અને અણમોલ રત્ન રાયસિંહ બીજના ચંદ્રની જેમ ઉંમરમાં અને ચાતુરીમાં આગળ વધવા લાગ્યું. પાંચ વર્ષની ઉંમરે ગામની નિશાળમાં ભણવા મોકલ્યા. તેમણે પોતાની તીવ્ર બુદ્ધિથી દશ વર્ષની ઉંમરમાં જ ગુજરાતી સાત ચોપડીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. લોકો બાળક રાયસિંહની બુદ્ધિ અને પ્રતિભા જોઈને ચકિત થઈ ગયા. તે સમયે કચ્છમાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે જૈનશાળાઓ નહોતી, પણ જે કોઈ સાધુ-સાધ્વી ગામમાં પધારતા ત્યારે તેઓની પાસેથી સહુ ધાર્મિક જ્ઞાન મેળવતા. બાળક રાયસિંહ પણ સાધુ-સાધ્વીઓના દર્શને જતા, વાણી સાંભળતા અને ધાર્મિક જ્ઞાન મેળવતા. એ રીતે નાની ઉંમરમાં જ તેમણે નિશાળના ભણતરની સાથેસાથે સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ, છકાયના બોલ, છ આરા, છ જીવનિકાય વગેરે શીખી લીધું અને સાધુસાધ્વીઓની પવિત્ર જીવનચર્યાઓનો અનુભવ કરવા લાગ્યા. પરિણામે તેમનામાં બાળવયથી જ ત્યાગી થવાના ઉચ્ચ વિચારોનાં બીજ રોપાયા. કિશોર વેપા૨ી :
સાત ધોરણનો અભ્યાસ પૂરો થતાં પિતાશ્રી વીરપાળભાઈએ મોટા પુત્ર નથુભાઈ સાથે કિશોર રાયસિંહને મુંબઈથી ઇંદોર અનાજના વેપારનો અનુભવ લેવા મોકલ્યા. ત્યાં કિશોર રાયસિંહ વ્યાપારના અનુભવની સાથેસાથે અંગ્રેજીનો અભ્યાસ કરવા લાગ્યા. પણ વ્યાપારની ધમાલમાં વધુ અભ્યાસ કરી શક્યા નહિ. તે દરમિયાન ત્યાંનું પાણી માફક ન આવવાથી તેમની તબિયત બગડી જેથી દશેક માસનો વેપા૨ી અનુભવ લઈ પોતાના વતન કચ્છમાં પાછા ફર્યાં. દેશમાં બે ત્રણ માસ રોકાઈ પાછા શણાવદ જઈ વિશેષ અનુભવ મેળવી મુંબઈમાં પોતાનો ધંધો શરૂ કર્યો. આમ માત્ર તેર વર્ષની ઉંમરમાં હિંમત, પરિશ્રમ, બુદ્ધિથી તેમણે વેપારધંધામાં નામના મેળવી લીધી.
માતા જેવું પ્રેમાળ હૃદય વિશ્વમાં કોઈનું હોતું નથી. લક્ષ્મીબાઈનું પણ એવું જ પ્રેમાળ માતૃહૃદય હતું. પુત્રની યુવાન વય થતાં ગૃહસ્થ જીવનમાં જોડી પુત્રવધૂનું મુખડું જોવા અધીરા થઈ ગયા. સમાઘોઘાના સુપ્રતિષ્ઠિત શ્રાવકની સુયોગ્ય અને સંસ્કારી કન્યા નામે હાંસબાઈ સાથે તેમનું સગપણ નક્કી થયું. માતા લક્ષ્મીબાઈને લગ્ન બાબત ના તો ન પાડી શક્યા પણ હૃદયમાંથી વૈરાગ્યનો રંગ જરાપણ ઝાંખો વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી - ૪૫૫