________________
(૨૪) ચાર તીર્થકર (ગુજરાતીમાં) ૧૯૫૪ (૨૫) અધ્યાત્મ વિચારણાઃ (આત્મા, પરમાત્મા, સાધના વિશેના લેખો) ૧૯૫૭ (૨૬) ભારતીય તત્ત્વવિદ્યાઃ (જગત, જીવ અને ઈશ્વર વિશેના વ્યાખ્યાનોનો
સંગ્રહ) ૧૯૫૭ આ પુસ્તકનો હિંદીમાં અને અંગ્રેજીમાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયો છે. (૧૯૭૭) (૨૭) દર્શન અને ચિંતન ભાગ ૧-૨ (લેખસંગ્રહ) ૧૯૫૭ (૨૮) ટર્શન ઔર ચિંતન: (હિંદીમાં લેખસંગ્રહ) ૧૯૫૭ (૨૯) સમદર્શી આચાર્ય હરિભદ્ર (મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી
વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનોનો સંગ્રહ (જેનો હિંદીમાં અનુવાદ
પણ પ્રસિદ્ધ થયેલો છે) (૩૦) જૈન ધર્મનો પ્રાણઃ (લેખોનો સંગ્રહ) ૧૯૬૫ (હિંદીમાં પણ અનુવાદ
લખાયેલો છે) (39) Advance Studies in Indian logic and Metaphysics (ell
હેમચંદ્રાચાર્ય કૃત પ્રમાણમીમાંસાની પ્રસ્તાવના, ટીપ્પણોનો અંગ્રેજીમાં
અનુવાદ) ૧૯૬૧ (૩૨) મારું જીવન-વૃત (આત્મકથા) પ્રકાશક પરિચય ટ્રસ્ટ મુંબઈ-૧૯૮૦
=
=
.
પંડિતજીનું સમાજદર્શન એ સત્યશોધકનું દર્શન હતું. ધાર્મિક ક્રિયાકાંડો પાછળ થતા લખલૂંટ ખર્ચાઓ જોઈને તેઓને વેદના થતી હતી અને તેઓ કહેતા કે આવી બાબતો વ્યક્તિના વિકાસ અને સમાજની તંદુરસ્તી માટે બાધક છે.
સાહિત્ય અને ધર્મશાસ્ત્રના તેઓ સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત હતા. પરિચય પુસ્તિકા શ્રેણી દ્વારા નવો જ યુગ શરૂ કરનાર તેઓશ્રી ક્રાંતિકારી – પ્રગતિશીલ દષ્ટિકોણ ધરાવનાર યુગપુરુષ હતા.
પંડિતજી કહેતા, ધર્મમાં શ્રદ્ધા રાખવાથી બળ મળે છે. ધર્મમાં શ્રદ્ધા હોય અને કામ ઉત્તમ હોય તો સફળતા મળે જ.'
પંડિત સુખલાલજી તેમના નવા યુગ તરફી વિચાર-વલણથી બળવાખોર પંડિત તરીકે ઓળખાતા.”
કેટલાક વિદ્રોહી કહેતા, પંડિતજીએ લખ્યું ઘણું અને તેઓ ભણ્યા ઘણું પણ સામાયિક – પ્રતિક્રમણ ક્યાં કરે છે? પંડિતજીનું જીવન તો સાધુના જીવન જેવું, આખુંય જીવન સામાયિક વ્રત જેવું હતું.
એક વાર પંડિત સુખલાલજી યુવાન વાડીલાલ ડગલીને લઈને ગાંધીજીને મળવા ગયા હતા ત્યારે ગાંધીજીએ વિદાય આપતા વાડીલાલ ડગલીને કહ્યું કે, છોકરા આમને છોડતો નહિ, એ તો આપણી હરતીફરતી વિદ્યાપીઠ છે.'
ઉપરોક્ત ગાંધીજીના કથનમાં પંડિતજીના ભારતીય દર્શન અને સંશોધક
૪૫૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો