________________
લેખન અને લોકકાર્યમાં સતત ગતિશીલ રહેવું, એ જ સંસ્કારિતા ધર્મતત્ત્વ અને અજોડ પરંપરા ટકાવશે તેવો સંદેશ અને પ્રેરણા ચિરકાળ માટે મૂકતા ગયા છે.
૭૨ વર્ષની વયે, તા. ૨૭-૩-૧૯૫૧ વિ. સં. ૨૦૦૭ ક્ષગણ વદી ૫,ના રોજ મુંબઈ મુકામે શ્રી મોતીચંદભાઈ વિશાળ પરિવાર અને વિશાળ સમાજને છોડી મોક્ષ માર્ગે ચાલ્યા ગયા. અંતિમ સમયે ચિત્ત અને અંતરઆત્મા સમતા, પ્રસન્નતા અને સદ્ગતિ થશે જ એવા વિશ્વાસ અને શ્રદ્ધાથી નિશ્ચિંત હતું. સૃષ્ટિને ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ.
આ સમગ્ર લેખન માટે શ્રી મોતીચંદભાઈની પ્રસ્તાવનાઓ, શ્રી પરમાનંદભાઈ અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વડીલ માટે લખેલી અંજલિઓ અને કાપડિયા કુટુંબના સભ્યોને મળીને મેળવેલી માહિતીઓનો આધાર લીધેલ છે. હજુ તો ઘણું લખી શકાય પરંતુ કંઈ ભૂલચૂક કે સ્ખલના થઈ હોય તે બદલ ક્ષમા યાચના સાથે મારી કલમને વિરામ આપું છું.
ચેતનભાઈ ચંદુલાલ શાહ ૧૪/બી, તૃપ્તિ ફ્લેટ્સ, કાળુભા રોડ, ભાવનગર M. 9879512651
૪૪૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો