________________
દ્રવ્ય હિંસા જ હશે, ભાવ હિંસા નહીં. ભાવ હિંસા એનાથી થશે જે અસંયમી હશે. પંડિત મરણ વિશે લખતા ઓશો કહે છે, “મહાવીરે એક બહુ અનેરો શબ્દ આપ્યો પંડિત મરણ.”
એક પંડિત મરણ – જ્ઞાનપૂર્વક, બોધપૂર્વક મ૨ણ, સેંકડો જન્મોનો નાશ કરે છે. એટલે એવી રીતે મરવું જોઈએ કે મરણ સુમરણ થઈ જાય. આપણે જીવનને વ્યર્થ કરીએ છીએ જ્યારે મહાવીર મરણને સાર્થક કરવાની વાત કરે છે. મહાવીરે મરણ ૫૨ અનેરું ચિંતન કર્યું. પંડિત શબ્દ પ્રજ્ઞાથી બન્યો છે. પ્રજ્ઞાપૂર્વક મરવું. જે જોઈ શકે છે, હોશમાં છે, જે મૃત્યુનું સ્વાગત જાગતા કરે છે.
इक्कं पंडिमरणं छिंदइ जाइसयाणि बहुयाणि ।
तं मरणं मरिपवं जण मओ सुम्मओ होई ॥
ઓશો કહે છે,
“જ્યારે હું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ લઉ છું મહાવીર સાથે તો એના ઘણાં કારણો છે. બંનેની ચિંતનધારા એક જેવી જ છે. મહાવીરે અધ્યાત્મમાં સાપેક્ષવાદ આપ્યો. આઈનસ્ટાઈને ભૌતિક વિજ્ઞાનમાં સાપેક્ષવાદ આપ્યો. બંનેના ચિંતનની ધારા (ઢબ), બંનેના તર્ક, વિચારો એક જ હતા. બંનેના વિચારો મેળ ખાય છે. આઇન્સ્ટાઈનના આધા૨ ૫૨ મહાવીરનું પુનૅધ્યાન થવું જરૂરી છે. જે આપણે મહાવીરમાં જોવાનું ચૂકી ગયા છીએ, તે આઇન્સ્ટાઈન મારફતે જોઈ શકીશું. ધર્મ અને વિજ્ઞાન મળશે. જાણે મહાવીર ધર્મ જ્ગતનાં આઇન્સ્ટાઈન ને આઇન્સ્ટાઈન વિજ્ઞાનના જગતના મહાવીર છે.”
મહાવીર યા મહાવિનાશ
ઓશો કહે છે મહાવીરના સિદ્ધાંતને સ્વીકારો અથવા મહાવિનાશને સ્વીકારો. “મહાવીરને ભગવાન પછી કહો પહેલા મહાવીરને તમારો પોતાનો મિત્ર, સાથી, સહયોગી ને પડોશી માનો. કારણ કે આપણે એમને લોકોત્તર બનાવી દીધા છે અને આપણા અંતરની પ્યાસ (ક્ષુધા) ક્ષીણ થઈ ગઈ છે. આપણે આદર અને શ્રદ્ધામાં એવી વાતો ગૂઢ બનાવી છે જેને કારણે આપણે પ્રેમાળ લોકોથી વંચિત રહી ગયા છે. મહાવીર તમારા જેવા જ વ્યક્તિ છે, પણ એક દિવસ એવો આવ્યો કે એ તમારા જેવા ન રહ્યા. તેમની અંદર આત્માનો ઉદય થયો, જે અલૌકિક છે. દેહ તો તમારા જેવો જ રહ્યો પણ આત્મા તમારા જેવો ન રહ્યો. દેહના સ્તર પર તો તમે મહાવીર સાથે ઊભા રહી શકો છો. એ સ્તરે તમે એના મિત્ર કે સાથી છો, તો આત્માના સ્તરે શા માટે મહાવીર જેવા થવાની આકાંક્ષા ન જન્મે ? ક્ષુધા ત્યારે ઉદ્દભવશે જ્યારે સંભાવના સંભવિત લાગશે. જો મહાવીરને નજીક સમજીશું તો જ્યાં પહોંચ્યા છે ત્યાં જવાનું તમારા માટે સંભવ લાગશે.”
તમારા જન્મથી તમારો ધર્મ નક્કી નથી થયો, એના માટે કાંઈક કરવું પડે છે. મહાવીરનું જીવન જુઓ, એમની ઉત્કટ આકાંક્ષા અભિપ્સાનું જીવન જુઓ, ૪૦૦ ૪ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો