________________
રજનીશ દ્વારા આપવામાં આવેલ ૨૭ પ્રવચનોનું સંકલન.
આ પ્રવચનોમાં મુખ્યત્વે અપ્રમાદ, પ્રમાદ, કષાય, સંયમ, જ્ઞાન, કર્મ, લેવા, પાંચ સમિતિ, ગુપ્તિ, બ્રાહ્મણસૂત્ર, ભિક્ષુસૂત્ર, મોક્ષમાર્ગ વગેરે વિષયોને આવરી લીધા છે.
જ્ઞાન વિશે વાત કરતા ઓશો કહે છે, “મનુષ્યના ઇતિહાસમાં જ્ઞાનનું પાંચ ભાગમાં વિભાજન કદાચ મહાવીરે પહેલા કર્યું હશે. ચુતની અવસ્થામાં અસત્ય જ જાણી શકાય. “મતિની અવસ્થામાં ઇન્દ્રિય સત્ય જાણી શકાય, જે વસ્તુઓનું સત્ય છે. મનઅવધિની અવસ્થામાં સૂક્ષ્મ ઈન્દ્રિયોને જાણી શકાય છે. મન:પર્યવની અવસ્થામાં મનના રૂપાંતરણો જાણી શકાય છે અને કૈવલ્ય' એ શુદ્ધ સત્યને જાણવું છે, જેને આપણે ગમેતે નામ આપીએ – પરમાત્મા, નિર્વાણ, મોક્ષ.”
મહાવીરની પકડ વિશ્લેષક, વૈજ્ઞાનિકની પકડ છે. જેવી રીતે કોઈ બીમાર રોગીનું નિદાન કરે -- શું કારણ છે? શું ઉપાય છે? એવી રીતે એક એક વસ્તુનું નિદાન કરે છે. મહાવીર કવિ નથી એટલા માટે ઉપનિષદમાં જે કાવ્ય છે તે મહાવીરની ભાષા નથી. મહાવીર બિલકુલ શુદ્ધ ગણિત અને વૈજ્ઞાનિક બુદ્ધિના વ્યક્તિ છે. એટલા માટે મહાવીરનો પ્રભાવ જેટલો પડવો જોઈતો હતો એવો પડી ન શક્યો, કારણ કે લોકો ગણિતથી ઓછા અને કાવ્યથી વધુ પ્રભાવિત થાય છે. લોકો કલ્પનાથી વધુ અને સત્યથી ઓછા આકર્ષિત થાય છે, પરંતુ જેને સાધના પથ પર ચાલવું હશે એના માટે વ્યવસ્થિત નકશો જોઈએ. દરેક ભયની જાણકારી જોઈએ. શું કારણ હું સંસારમાં છું અને કયા ઉપાયથી હું સંસારમાંથી બહાર આવીશ એ જાણકારી જોઈશે. જે મહાવીરનો માર્ગ છે.
ઓશો લેયાને સમજાવતા કહે છે, “સમજો કે સાગર શાંત છે. હવાનું એક મોજું આવે છે, લહેરો ઊઠવાની ચાલુ થાય છે, તરંગો ઊઠે છે, સાગર ડામાડોળ થઈ જાય છે, બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે, અશુદ્ધ આત્મા અશાંત સાગર જેવો છે. આ લહેરોનું નામ લેગ્યા છે. મનુષ્યની ચેતનામાં જે લહેરો છે તેનું નામ લેશ્યા છે. જ્યારે સર્વ લેયાઓ શાંત થઈ જાય છે ત્યારે શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. આ લેયાઓનું મહાવીરે છ વિભાગમાં વિભાજન કર્યું છે. આ વેશ્યાનો અર્થ થયો ચિત્તની વૃત્તિઓ. પતંજલિએ જેને ચિત્તવૃત્તિ’ કહ્યું તેને મહાવીરે વેશ્યા કહી. ચિત્તની વૃત્તિઓ, વિચાર, વાસનાઓ, કામનાઓ, લોભ, અપેક્ષાઓ આ બધી લેશ્યાઓ છે. અનંત લેયાઓથી મનુષ્ય ઘેરાયેલો છે. ચિત્તના તરંગો જેટલા વધુ તેટલા મનુષ્યની અંદરનો સાગર દબાયેલો રહેશે. અનુભવમાં નહીં આવે. મનુષ્ય ચિત્તના તરંગોમાં ઉલઝાયેલો રહે છે અને અંતર્ધાન રહી જાય છે. આ લેગ્યાઓ
અનંત છે જેને મહાવીરે છ રૂપ આપ્યા.” જિનસૂત્ર-૧
ઓશોએ સમણસુત્ત પર ૧૧ મે, ૧૯૭૬થી ર૬ મે, ૧૯૭૬ દરમિયાન
૩૯૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો