________________
દેશે ઓશોને વસવાટ માટે મનાઈ કરી. અમેરિકામાં જેલવાસ દરમિયાન થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું એવું ઓશોએ જાહેર કર્યું. આ ઝેરની હળવી માત્રાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો નાશ થાય છે.
ઓશોએ નવી નવી ધ્યાનની પદ્ધતિઓ વિકસાવી. તેઓ સમયાંતરે વિવાદાસ્પદ વિધાનો કરતા રહેતા. તેઓ કહેતા “જાપાનની એક અતીન્દ્રીય ભવિષ્યદ્રષ્ટાએ મને જણાવ્યું ગૌતમ બુદ્ધ ઓશોને તેમના વાહન તરીકે ઉપયોગ કરે છે.” આ માટે તેઓએ પોતાના નામ આગળથી ભગવાન શબ્દ દૂર કર્યો. અનુયાયીઓને પોતાને મૈત્રેય – ધ – બુદ્ધથી સંબોધવાનું જણાવ્યું. ચાર દિવસમાં ફરી જાહેરાત કરી કે તેમની તેમજ બુદ્ધની જીવનશૈલીનો સુમેળ સધાયો ન હોવાથી ગૌતમબુદ્ધ તેમના શરીરમાંથી વિદાય લીધી છે. તેઓ સ્વયં બુદ્ધ છે એટલે કે જાગૃત વ્યક્તિ છે તેવું જણાવીને “રજનીશ – ઝોરબા ધ બુદ્ધ' નામ અપનાવ્યું. થોડા વખતમાં બધા નામો પડતા મૂકીને અનામી બન્યા. પણ તેમને કેવી રીતે સંબોધવા એ મુશ્કેલ હોવાથી તેઓએ “ઓશો' શબ્દ આપ્યો.
મા યોગ નીલમ (અંગત સચીવ) “ઓશોની પરિભાષા આ પ્રમાણે કરે છે..
ઓશો' પ્રાચીન જાપાની ભાષાનો શબ્દ છે. પોતાના સદ્દગુરુ બોદ્વિધર્મને સંબોધિત કરવા માટે આનો પ્રયોગ થયો હતો. એનો અર્થ છે પરમ સન્માન, પ્રેમ અને અહોભાવ સહિત તેમ જ તે સિવાય “સમક્રમિકતા અને સમસ્વરતા પણ થાય છે. શોનો અર્થ છે ચેતનાનો બહુ આયામી વિસ્તાર તેમ જ “સ્વ દિશાઓમાંથી વરસતું અસ્તિત્વ.”
જે દિવસે ઓશોએ વિશ્વ વિદ્યાલયની નોકરી છોડી હતી એ વખતે એમણે પહેલું કામ એ કર્યું કે પોતાના સર્ટીફિકેટો ફાડી નાખ્યા હતા અને સોનાના મેડલ કૂવામાં નાખી દીધા હતા. વિશ્વ વિદ્યાલયમાં પ્રથમ આવ્યા તે સર્ટિફિકેટ પણ લડી નાખ્યું હતું.
વ્યવસાયે સાહિત્યકાર ન હોવા છતા દર વર્ષે એમના દસ લાખથી વધુ પુસ્તકો અને ટેપ ભારતમાં વેચાતી હતી, જે તેર ભારતીય ભાષામાં ૪૫૦
ઈટલ સાથે ઉપલબ્ધ છે. બે હજારથી વધુ પુસ્તકો ચાલીસ બીજી ભાષામાં અનુવાદિત થયાં છે.
ઓશોને ૨૦મી સદીના સૌથી વધુ પુસ્તકો વાંચવાવાળી વ્યક્તિ માનવામાં આવે છે. પૂનાના ઓશો કમ્પનમાં ઓશોનું અંગત લાઓત્સુ પુસ્તકાલય વિશ્વનું સૌથી મોટું અંગત પુસ્તકાલય મનાય છે. જેમાં, રામકૃષ્ણ, કબીર, રાબિયા, દેવતીર્થ, મૈત્રીય જેવા વિભાગો છે. લગભગ ૩૫00 પુસ્તકોમાં ઓશોના વિવિધ પ્રકારના હસ્તાક્ષરો કલાત્મક રીતે બનાવેલા છે. જે તેઓ પુસ્તક વાંચ્યા પછી, અંતમાં કરતા.
નાનપણથી વાંચવાનો એટલો શોખ હતો કે ગાડરવાડાની પબ્લિક લાઈબ્રેરીમાંથી હજારો પુસ્તકો એમના નામ પર ઈશ્ય થયેલી છે.
૧૯ જાન્યુઆરી, ૧૯૯૦માં સાંજે પાંચ વાગ્યે ઓશોએ દેહત્યાગ કર્યો. ૩૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો