________________
એપ્રિલમાં ઓશોએ એક ક્રાંતિકારી, વિરેચન ધ્યાન પદ્ધતિ દાખલ કરી જેનું તેમણે ડાયનેમિક મેડીટેશન' (સક્રીય ધ્યાન) એવું નામ આપ્યું. આ ધ્યાન પદ્ધતિ ચોમેર પ્રસિદ્ધિ પામી. ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ એમણે એમના શિષ્યો પૈકી એક જૂથને દીક્ષિત કર્યું. આ સંન્યાસને ઓશોએ નવ સંન્યાસ (Neo – Sannyas) એવું નામ આપ્યું. પરંપરાગત સંન્યાસ કરતા આ સંન્યાસ તદ્દન જુદા પ્રકારનો હતો, જેમા સંન્યાસીએ કોઈ ત્યાગ કરવાનો હોતો નથી અને બંધનો પણ હોતા નથી. ઓશોએ સંન્યાસીને ભગવા કપડાં પહેરવાનો અનુરોધ કર્યો, ને ડોકમાં એકસો આઠ મણકાની ઓશોની ફોટાવાળી માળા આપેલી દરેક સંન્યાસીને ઓશો નવું નામ આપતા જેમાં પુરુષોની આગળ “સ્વામી અને સ્ત્રીઓની આગળ 'મા' લગાડવામાં આવતું. ઓશો આ ઉપકરણો તેમજ નામ માત્ર ઓળખ માટે જ છે એવું જણાવે છે. સંન્યાસને કપડા કે બાહરી ઉપકરણો કે દેખાવો સાથે કોઈ લાગે વળગતું નથી, કારણ કે સંન્યાસ એટલી સસ્તી ચીજ નથી. તેઓ માનતા મનથી પેલેપાર થઈ ચેતનાની દુનિયામાં પ્રવેશ કરવાથી જ ક્રાંતિનું સર્જન થઈ શકે.
મુંબઈનાં વુડલેન્સ નામની બહુમાળી ઈમારતના એક વિશાળ ફ્લેટમાં ઓશો માર્ચ ૧૯૭૪ સુધી નિયમિત વાર્તાલાપ કરતા. ત્યાં વિજ્ઞાન ભૈરવતંત્રની એકસો બાર ધ્યાનની વિધિઓ ઉપર પ્રવચન આપ્યા. આ પ્રવચન શ્રેણી The Book of Secretsના નામે પ્રકાશિત થઈ. આ દરમિયાન પશ્ચિમથી મુલાકાતીઓ વધુ આવવા લાગ્યા. ઈ. સ. ૧૯૭૧માં ઓશોએ પોતાની જાતને આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ તરીકે પ્રસ્થાપિત કરી. તેઓ ભગવાન શબ્દને પરમાત્માનો પર્યાયવાચી નહોતા માનતા પરંતુ તેઓ તેનો અર્થ “સ્વર્ગીય આશીર્વાદ પામેલો આત્મા’ એવો કર્તા કે જેને સ્વત્વ લાધી ગયું છે એવો કરતા. જે લોકો એમની પાસે આવશે તેમને ભગવત્તાનો અનુભવ થશે એવું માનતા. - ઈ. સ. ૧૯૭૪માં ઓશો પુણેનાં કોરોગાંવ વિસ્તારમાં છ એકરમાં પથરાયેલા અડોઅડ આવેલા બે બંગલા ખરીદીને ત્યાં દેશ-પરદેશમાંથી આવતા સંન્યાસીઓ સાથે મુલાકાતો યોજતા. ધ્યાન મંડપમાં ઓશો ધ્યાનનો એક નવતર પ્રયોગ કરાવતા. પોતાની ગેરહાજરી રાખતા. ખાલી ખુરશીની સામે સાધકોને ધ્યાન કરવાનું કહેતા. તેઓ કહેતા પોતે સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ છે. પોતાના નિર્વાણ પછી પણ સાધકો આ ખાલી ખુરશી સામે પોતાની (રજનીશની) હાજરી મહેસૂસ કરી શકે તેમજ ભૌતિક હાજરીને બદલે તેમની બિન-શરીરી મોજૂદગીના સંસર્ગમાં રહેવાનું શીખી શકે એટલા માટે આ પ્રકારનું ધ્યાન કરાવતા. જેને ઓશોએ સમાધિશિબિર કહીને તેને નિરપેક્ષ સમાધિ એવું નામ આપ્યું.
ઈ. સ. ૧૯૭૪થી ઓશોએ હિંદીમાં તથા અંગ્રેજીમાં અધ્યાત્મિક પરંપરા જેવી કે તાઓ, ઈસાઈ, હાસ્સિદ, સૂફી, બાઉલ, હિંદુ રહસ્યવાદીઓ, તિબેટી બૌદ્ધધર્મ, તંત્ર વગેરે ઉપર પ્રવચનો આપ્યા. દસ દિવસની દરેક પ્રવચન શ્રેણી
૩૯૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો