________________
(૩) કાપરડાજી તીર્થ: વિ.સં. ૧૯૭૪માં કાપરડાજી તીર્થ પર જાટ લોકોનું પ્રભુત્વ હતું. ખરતર ગચ્છવાળાઓએ પોતાના અધિષ્ઠાયક તરીકે પધરાવેલા ચામુંડાદેવી અને ભૈરવદેવની મૂર્તિ આગળ જાટ લોકો દારૂ ચઢાવતા, ભોગ ધરાવતા, બાબરી ઉતરાવતા. આ પ્રાચીન તીર્થની દુર્દશા જોઈને પુનરુદ્ધારનો સંકલ્પ કર્યો. પૂજ્યશ્રીએ સર્વપ્રથમ ધર્મશાળાનો કબજો લેવરાવ્યો, નિયમિત પ્રાચીન એવું પ્રભાવિક સ્વયંભૂ પાર્શ્વનાથ આદિ દરેક પરમાત્માની સેવાપૂજાનો પ્રારંભ કરાવ્યો. દહેરાસરનું સમારકામ શરૂ કરાવ્યું, જે પૂર્ણ પણ થયું. પ્રતિષ્ઠા નક્કી થઈ. ચામુંડા દેવીનું સ્થળાંતર કરાવ્યું. ભૈરવદેવનું સ્થળાંતર પૂજ્યશ્રીએ સાહસ કરીને પોતાના શિષ્યો પાસે કરાવ્યું. તેથી જાટલોકો રોષે ભરાયા. ટોળે ટોળા હથિયારો લઈને આવ્યા હતા. મરણાંત ઉપસર્ગ જેવી પરિસ્થિતિ હતી પણ પૂજ્યશ્રીનો સંકલ્પ હતો કે ગમે તે ભોગે આ તીર્થનું રક્ષણ હું કરીશ.” પૂજ્યશ્રીએ અગમચેતી વાપરી પોલીસ બોલાવી હતી અને પોલીસ જોતા જાટ લોકો ભાગી ગયા. શાંતિ પથરાઈ અને વિ.સં. ૧૯૭૫ના મહાસુદ પના પૂજ્યશ્રીના હસ્તે પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ બાજુ જાટ લોકોએ બિલાડા અને જોધપુરમાં દાખલ કરેલો કેસ તેઓ હારી ગયા અને જૈનોનો યશસ્વી વિજય થયો. આ રીતે પ્રાણાંત કષ્ટ વેઠીને પૂજ્યશ્રીએ તીર્થનો પુનઃ ઉદ્ધાર કર્યો.
() કદંબગિરિ તીર્થ: કંદબગિરિ એટલે સિદ્ધગિરિના બાર ગાઉના વિસ્તારમાં આવેલાં પાંચ શિખરોમાંનું એક શિખર. ગઈ ચોવીસીના સંપ્રતિ તીર્થકરના કદંબ નામના ગણધર ભગવંત એક કરોડ મુનિઓ સાથે આ ગિરિ ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી આ ગિરિ કદંબગિરિ તરીકે ઓળખાય છે. સિદ્ધાચલની ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ પ્રદક્ષિણા કદંબગિરિની આવતી. તેથી પૂજ્યશ્રીને આ તીર્થનો ઉદ્ધાર કરવાનો વિચાર આવ્યો. જમીન મેળવવા ત્યાં વસતા કામળીયાં, દરબારોને ઉપદેશ આપી વ્યસનો છોડાવ્યા. તેથી તેઓએ પૂજ્યશ્રીને જમીન ભેટ આપીશું એવું કહ્યું. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે સાધુને જરજમીન ન હોય. અંતે નવ પ્લોટ જમીન આણંદજી કલ્યાણજી પેઢીને આપી અને દસ્તાવેજમાં પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને દરબારીને દુર્વ્યસનથી છોડાવ્યા છે. એમ લખાવ્યું. તે જગ્યા ઉપર પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નથી વાદળાથી વાતો કરે તેવા જિનમંદિરો બંધાવ્યા. કદંબગિરિના જંગલમાં મંગલ પૂજ્યશ્રીના તીર્થોદ્ધારના મંડાણથી થયું છે.
સ્વયંપ્રજ્ઞ પુરુષઃ કોઈ કહે અને તે વાતમાં જોડાય તેવી ચીજ તેમના જીવનમાં નહોતી. સ્વપ્રજ્ઞાથી તેઓ નિર્ણય લેતા અને આગળ વધતા. પૂજ્યશ્રી કેડી પર ચાલનારા નહોતા પણ નવી કેડી કંડારનારા હતા. પૂજ્યશ્રીની પ્રતિભા એવી હતી કે તેઓ ક્યારે કોઈથી અંજાયા નથી. મહમદ છેલ જાદુગરને પણ એમણે અવળા કાન પકડાવ્યા છે. ત્રણ પાટ પર બેઠેલા પૂજ્યશ્રીએ મહમદ છેલને વચ્ચેની પાટ ખેંચી કાઢવા કહ્યું અને કશા પણ ટેકા વિના પોતે ત્રીજી પાટ ઉપર
૩૮૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો