________________
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા.
રુચિ મોદી
[ધર્મ અને સાહિત્ય પ્રત્યે સહજભાવે રુચિ ધરાવનાર રુચિબહેને આ
લેખમાં શાસનસમ્રાટશ્રીના જીવનનો સવિશેષ પરિચય રજૂ કર્યો છે – સં.]
અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા, પ્રભો નેમિસૂરિશ સૌભાગ્યશાલી નમું શ્રી ગુરુબાલ્યથી બ્રહ્મચારી. પૂજ્યશ્રીનો સંક્ષિપ્ત પરિચયઃ
अहो योगदाता प्रभो क्षेमदाता सदा नाथ एतासि निस्तार, सुशो भाग्यवान बाल्यतो ब्रह्मचारी स्तुवेत्माहं श्री गुरु मिसूरि ।
જન્મ : વિ. સં. ૧૯૨૯ કારતક સુદ-૧ મહુવા દીક્ષા : વિ.સં. ૧૯૪૫ જેઠ સુદ-૭ ભાવનગર ગણિપદ : વિ. સં. ૧૯૬૦ કારતક વદ-૭ વલ્લભીપુર પંન્યાસપદ : વિ. સં. ૧૯૬૦ માગસર સુદ-૩ વલ્લભીપુર આચાર્યપદ : વિ.સં. ૧૯૬૪ જેઠ સુદ-૫ ભાવનગર કાળધર્મ : વિ.સં. ૨૦૦૫ આસો વદ-૩૦ મહુવા
ગુરુ : પૂજ્યપાદ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ શિષ્યો : ૩૩ (પૂજ્યશ્રીના પોતાના શિષ્યો)
આયુષ્ય : ૭૭ વર્ષ પૂર્ણ.
શાસનસમ્રાટઃ વિરલ વ્યક્તિત્વ, વિરલ જીવન, વિરાટ અસ્તિત્વ
વિક્રમની ૨૦ સદીમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોમાં ‘સૂરિચક્ર ચક્રવર્તી’ તરીકે જેમને બિરદાવવામાં આવે છે એવા પ.પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવનવૃત્તાંત અનેક ઘટનાઓસભર, રસપ્રદ અને પ્રેરક છે.
સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે કે જેમ દરેક પર્વત ઉપર માણેક ઉત્પન્ન થતાં નથી, દરેક હાથીના મસ્તકમાં મોતી હોતાં નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતા નથી, તેમ દરેક સ્થાનમાં સાધુપુરુષ મળતા નથી. એની પ્રાપ્તિ વિરલ છે. એમાંય જેટલા સાધુ હોય છે તેમાં મહાન કો' થાય છે. અને જેટલા
૩૭૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો