________________
- આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ
હ જશવંતલાલ શાહ
ધાર્મિક વિષયોના શ્રવણ, મનન પ્રત્યે રસ ધરાવનાર શ્રી જશવંતભાઈ જૈન સાહિત્ય સમારોહમાં શ્રોતા તરીકે હાજરી આપતાં આપતાં પોતે પણ વક્તા તરીકે પ્રયત્નશીલ બન્યા અને તેમની પાસેથી આ લેખ પ્રાપ્ત થાય છે. – સં.).
ઈસ્વીની વીસમી સદીમાં મુંબઈમાં જૈન સાહિત્યકાર શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠના ઘણા પુસ્તકો, ગ્રંથો જેન ધર્મ આધારિત અને શ્રીમદ્ રાજચંદ્રના જીવન તથા સાહિત્ય આધારિત તથા સૌને જીવનઉત્થાન માટે ઉપયોગી એવા પ્રકાશિત થયા છે.
જન્મ : મોરબી (સૌરાષ્ટ્ર - ગુજરાત) તા. ૨૧-૧૦-૧૯૦૨
અભ્યાસ : મોરબીમાં મેટ્રિક (ઈ. સ. ૧૯૨૭), પછી મુંબઈ વલ્સન કૉલેજમાં અર્થશાસ્ત્ર સાથે B.A. ઈ. સન ૧૯૩૧માં થયા, ત્યારે ગ્રાંટ રોડ પરની બૉર્ડિંગમાં રહેતા હતા અને પગે ચાલીને જ કૉલેજ જતા.
એમના શોખ : પુસ્તકો, વાચન, લેખન તથા નબળા સહાધ્યાયીઓને શીખવવું. અંગ્રેજી તથા ગુજરાતી ભાષાના ઘણા ગ્રંથોનો અભ્યાસ કરી બંને ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું.
દેહવિલય : મુંબઈમાં તા. ૨૨ જુલાઈ ૧૯૮૧. જીવન ઝરમર અને જીવનકાર્યઃ
શ્રી ભોગીલાલભાઈનું જીવન – જે તેમના જ પુસ્તક રૂડા મનુષ્યોના અંતિમ ઉદ્ગારો' (લેખક : શ્રી ભો. ગિ. શેઠ, આવૃત્તિ ૧૯૮૫)માંથી જ મળે છે. જીવન અને જીવનકાર્ય ઉલ્લેખનીય એટલા માટે છે કે જીવન જ ધર્મચિંતનમય અને સાધનામય હતું, બીજાઓને લાભ મળે એ ભાવના હતી. અને એમાંથી જ સહજ રીતે લખતા થયા, જેના પરિણામે જ તત્ત્વવિચાર આપનાર અને ધર્મપ્રેરક સાહિત્ય સમાજને પુસ્તકો રૂપે મળ્યું છે. તેમાંથી ઘણાંની તો વધુ આવૃત્તિઓ છપાઈ છે, લેખનકાર્ય ઈ.સ. ૧૯૬૧થી શરૂ થયું તે ઠેઠ જીવનના અંત વર્ષ ૧૯૮૧ સુધી ચાલુ રહ્યું. સતત વાંચન, સતત ચિંતન અને સતત લેખન.
નાનપણથી જ સાદાઈ, કોઈ મોજશોખ નહીં. પૈસા બચાવીને પુસ્તકો ખરીદતા
૩૬૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો