________________
ઉન્નતિ સાધ્ય છે, ન રાષ્ટ્રીય ઉન્નતિ શક્ય છે. ઉન્નતિના પાયામાં વિદ્યાની જરૂર છે. સાચું જ્ઞાન ઉન્નતિનો મૂલાધાર છે. ગાંધી સપ્તાહને સંદેશોઃ
૨-૧૩૧ના રોજ સરદારશ્રીના હસ્તે હાજર રહેવાનું આમંત્રણ પૂ. ન્યાયવિજયજીને આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે હાજર રહી શક્યા ન હતા તેથી તેમણે પોતાનો સંદેશ મોકલાવ્યો હતો.
“જો દેશમાં ભલું ચાહતા હો તો અધોગતિના ભીષણ ખાડામાંથી દેશનો ઉદ્ધાર કરવા માટે ઘેર ઘેર રેંટિયાનો ગુંજારવ કરો. વિદેશી કાપડે દેશના ધંધાનો નાશ કર્યો છે દેશની દુર્દશા દૂર કરવા ખાદી અને રેંટિયો તેનો અમોઘ ઉપાય છે.” દીક્ષા સંબંધી ખરડોઃ
વડોદરા “દીક્ષા' સંબંધી ખરડાને રદ કરાવવા નિમાયેલી અમદાવાદની જૈન કમીટીના ૧-૯-૩૧ના પત્ર ઉપર પૂ. મુનિશ્રી ન્યાયવિજયજીએ ઉત્તર આપેલ કે ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસંદ કરતો નથી. પણ આપણે પ્રમાદ નથી ખંખેરી શક્યા એ બહુ જ દિલગીરી ભર્યું છે. દીક્ષા સંબંધમાં જે મર્યાદાઓ તોડાઈ રહી છે એનું જ પરિણામ છે કે રાજ્યના મંત્રીઓ અને નરેશો પણ ખળભળી ઊઠ્યા છે. સ્ત્રી જીવનની ઉન્નતિઃ
માધવબાગમાં ૪-૧૩૧ના રોજ મહિલા સમાજ તરફ પૂ. ન્યાયવિજયજીએ સ્ત્રી જીવન ઉન્નતિ પર પ્રવચન આપ્યું હતું. સ્ત્રી-પુરુષ એ સમાજરૂપી કે ધર્મરૂપી રથના બે પૈડા છે. એ પૈડા બરાબર હોય તો રથની પ્રગતિ થઈ શકે તેમ સ્ત્રી પુરુષ દંપતિ પરસ્પર યોગ્ય ગુણસંપન્ન હોય તો તેઓ પોતાનો ઉત્કર્ષ સાધી શકે, ગૃહસ્થાશ્રમને શોભાવી શકે અને તેમનાથી સમાજ અને ધર્મની ઉન્નતિ થાય. સ્ત્રી એ સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાન દશા સંસારને માટે શ્રાપ રૂપ છે. નારી જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ ન થાય ત્યાં સુધી ગતનો અંધકાર દૂર ના થઈ શકે. માતાના સંસ્કારો બાળકમાં ઊતરે છે. દરેક માતાએ પોતાના બાળકો માટે કુટુંબના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે વિચાર, વાણી, ઉચ્ચ બનાવવાની આવશ્યકતાઓ છે. યુવકોને ઉદ્ધોધનઃ
૨૭૧૩૧ના પ્રબુદ્ધ જૈનના અંકમાં પૂ. મુનિશ્રીએ યુવકોને સંદેશ પાઠવ્યો હતો કે તમારી યુવાનીનો જોશ, તમારું ઊછળતું ખમીર, તમારી જ્ઞાન દિશા અને જીવન સર્વસ્વ ધર્મની બુઝાતી જ્યોતને પુનઃ પ્રજ્વલિત કરવામાં ખતમ થવું જોઈએ. કાયરતાના જાળા ખંખેરી નાંખી કર્મક્ષેત્રના મેદાનમાં ઊતરી જાવ. શાસનદેવ સહાયક થશે.
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૯