________________
હતી. તેમની બુદ્ધિપ્રભાનાં ચમકારા આ જ્ઞાનવિધિમાં જોવા મળે છે.
ઊગતી જુવાનીમાં જ શાસ્ત્રોની ઊંડી પારગામિતા પ્રાપ્ત કરી ગહન તત્ત્વચિંતનમાં તેમણે પ્રવેશ કર્યો હતો. જેના ફળસ્વરૂપે માત્ર ૨૫ વર્ષની યુવાન વયે “અધ્યાત્મ તત્ત્વાલોક' તથા “ન્યાય કુસુમાંજલિ' જેવા શ્રેષ્ઠ ગ્રંથો અને તે પણ ધારાવાહી કાવ્યમાં પ્રસિદ્ધ કરી અમર કીર્તિ પ્રાપ્ત કરી હતી. એટલું જ શા માટે? તેમણે અધ્યાત્મ તત્ત્વાલોકની પ્રાકૃત આવૃત્તિ અને તે પણ ૫૦૦ જેટલા શ્લોકોમાં આપીને જગતને ચકિત કરી દીધાં હતાં. તે તત્તાનો ગ્રંથમણિ તેઓશ્રીની વિદ્વતાનાં ગીતો ગાય છે.
ભારતના પ્રસિદ્ધ પંડિતશ્રી મહાવીર પ્રસાદ દ્વિવેદી આ ઊગતા યુવાન સાધુની ઊંચી કાવ્યપ્રતિભા, જ્ઞાનવૈભવ અને તર્કસંગત દલીલો વાંચ્યા પછી મુગ્ધ બની ગયા હતા. તેમણે મુનિશ્રી પર લખેલો લાંબો પત્ર તેની સાક્ષી પૂરે છે. નાગપુર અને ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિતોએ પણ આ જ સમયમાં નિશ્ચયો – વિમુછનિવાસઃ આ તે વિશ્વ પ્રસિદ્ધ બૌદ્ધ પંડિત અશ્વઘોષ છે કે સંસ્કૃત સાહિત્યનાં અદ્વિતીય મહાકવિ કાલીદાસ છે એવી પ્રશસ્તિ સાથે એમને સન્માન અર્પણ કર્યું હતું પણ આ નિઃસ્પૃહી મહાત્માએ માનપત્રની એક પણ કોપી કદી સાચવવાની ખેવના રાખી નથી અને તે છપાયેલા પત્રની કોપી તેમના પુસ્તક સંગ્રહમાંથી મળતી નથી. જૈન દર્શનની અમર ભેટઃ
એક સર્જક તરીકેની પ્રતિભા પ્રકાશી ઊઠી. સંસ્કૃત ભાષાના એક કવિ તરીકે જેવી એમની પ્રકૃતિ મધુર અને હેતાળ એવી જ એમની કવિતા રસઝરતી અને હૃદયસ્પર્શી. વાતવાતમાં એમના મુખમાંથી અને એમની કલમમાંથી વિવિધ છંદોમાં કવિતાનો અમૃત રસ રેલાતો. કદાચ એમ કહી શકાય કે ગદ્યનો સર્જક જે ઝડપથી પોતાની કૃતિનું સર્જન કરી શકે એવી જ ઝડપથી આ મુનિવરની પદ્યકૃતિઓ વહેવા લાગી. કવિતાના જાણે સાગર જ...
જૈન જગત, વિદ્યાર્થી આલમ, જૈન દર્શનના પિપાસુ અને વિદ્વાનોને પણ માર્ગદર્શન મળે એવા મહાન ગ્રંથના સર્જનની ભાવના ૨૮ વર્ષની યુવાન વયે જાગી. જગતના ચોકમાં જૈન ધર્મદર્શન અને તેનું તત્ત્વજ્ઞાન મૂકવાની ઝંખના ભારે હતી. સરસ્વતી દેવીના પ્રસાદ પામી ચૂક્યા હતા. અને શાસ્ત્રોના અવગાહનથી જૈન ધર્મના વિશ્વ વિધ વિષયોનાં પારગામી બન્યાં હતાં. ગુજરાતી ભાષાના જૈન ધર્મના અભ્યાસીને એક જ ગ્રંથમાંથી જૈન ધર્મનો બોધ મળી રહે તે માટે જૈનદર્શન ગ્રંથનું આલેખન કર્યું. જૈનજગતને ૫00 પૃષ્ઠનો મહાગ્રંથ આપીને પોતાની પ્રતિભા અને વિદ્વત્તાનું અપૂર્વ દર્શન કરાવ્યું. આ ગ્રંથની હરીફાઈ કરે એવું એક પણ પુસ્તક હજી સુધી લખાયું ન હોઈ આ પુસ્તક અજોડ અને પ્રમાણભૂત રહ્યું છે. આ પુસ્તકનું અધ્યયન, અવલોકન અને ચિંતન આપણે તાત્ત્વિક ગુણગ્રાહિતાની દૃષ્ટિ લક્ષમાં રાખી કરવું જોઈએ.
૩૫૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષરઆરાધકો