________________
પડશે. ભવિષ્યમાં આ બાળ પુરુષોમાં સિંહ સમાન બનવાનો યોગ હશે, તેથી આ બાળકનું નામ નરસિંહ રાખવામાં આવ્યું.
આ બાળક નરસિંહ હસમુખો, શાંત, સરલ, હેતાળ, આનંદી હતો. માતાપિતાના ધર્મના સંસ્કાર તેનામાં અંકુરિત થતાં હતાં. નાનપણથી જ તેને એકાંત જીવન પસંદ હતું, તેથી શંખેશ્વર તીર્થધામ પાસેના બોલેરા ગામમાં જ્યાં તેમનું મોસાળ હતું ત્યાંના ગ્રામ જીવનમાં મધુર સંસ્મરણો તેઓ કદી ભૂલ્યા નહોતા. તેઓ વારંવાર કહેતાં કે ભારતીય સંસ્કૃતિનો પ્રેમ એમને ગ્રામજીવનના મધુર સંસ્મરણોમાંથી સાંપડયો હતો. તેમની બુદ્ધિ તેજસ્વી હતી. માતાપિતાના ધર્મસંસ્કાર જેમ મળ્યા હતા તેમ માંડલની ક્રાંતિકારી પરિવર્તનશીલ ભૂમિના સંસ્કાર પૂ. ન્યાયવિજયજીમાં વૃદ્ધિ પામી રહ્યાં હતાં. એમનાં જીવન ઘડતરમાં આ જાગૃતિ અને ચેતનાના દર્શન થાય છે. વિદ્યાભ્યાસઃ
જૂના વિચારનાં માતાપિતા પોતાના બાળકને ત્યારે પંડ્યાની ખાનગી શાળામાં મોકલતાં. નરસિંહભાઈ ચકોર અને મિષ્ટભાષી હોવાથી પંડ્યા અને સહાધ્યાયીના માનીતા બની ગયા. એક વખત વાંચે અને તૈયાર. ચાર ધોરણનો અભ્યાસ કર્યો હતો.
સં. ૧૯૫૮માં આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (તે વખતે મુનિ ધર્મવિજય) માંડલ પધાર્યા. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી શ્રાવકસંઘના ઉત્કર્ષના હિમાયતી અને સુધારક વિચારસરણીના સમર્થક સાધુ હતા. તેઓ પોતાની દીર્ઘદૃષ્ટિથી એ પણ જોઈ શક્યા હતા કે જૈન વિદ્યાના અધ્યયન અને વિકાસ માટે કેવળ સાધુ-સમુદાય ઉપર જ આધાર રાખવો પડે એ બરાબર નથી અને વિદ્યાવિકાસના યુગમાં તો આવી એકાંગી સ્થિતિ ચાલી શકે તેમ નથી. તેથી જરૂર પડતાં તરત જ ગમે ત્યાં પહોંચી શકે અને જૈન ધર્મ-દર્શન – સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી શકે એવા જૈન ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની ઝંખના હતી. તેઓને માંડલ આવીને આ વિચાર અમલી બનાવવાની અંત પ્રેરણા થઈ. માંડલનું વાતાવરણ પણ કાંઈક નવા વિચારને ઝીલી શકે એવું અનુકૂળ લાગ્યું. એમણે આ કાર્યની શુભ શરૂઆત રૂપે માંડલમાં યશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના કરી. ભાવિયોગથી પ્રેરાઈને નરસિંહ ચાલુ શાળા છોડી. આ પાઠશાળામાં જોડાઈ ગયા અને ખંતપૂર્વક જૈન ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા. હોશિયારી તો હતી જ. એમાં ભૂખ્યાને ભાવતું ભોજન મળ્યા જેવો યોગ બની ગયો. નરસિંહને પહેલા નંબરની નામના મળી. ઉચ્ચ કોટિનાં વિદ્વાનો, પંડિતો તૈયાર કરવા હોય તો કાશી જેવા વિદ્યાધામમાં જ આ પાઠશાળાઓ લઈ જવી જોઈએ. બીજે વર્ષે આ પાઠશાળાને કાશી લઈ ગયા. નરસિંહ પણ કાશી પહોંચી ગયા. ગુરુને પણ આ મોતી લાગ્યું. બરાબર ભણે તો વિદ્વાન થાય અને શાસનની શોભા પણ વધે. ગુરુશિષ્ય વચ્ચે
પૂ. ન્યાયવિજયજી મહારાજ + ૩૫૩