________________
૧૯૬૧ બિદડા, ૧૯૬૨ કોડાય, ૧૯૬૩ કોડાય, ૧૯૬૪ બિદડા, ૧૯૬૫ નવાવાસ, ૧૯૬૬ બિદડા, સંવત ૧૯૬૭ મોટી ખાખર, ૧૯૬૮ કોડાય, ૧૯૬૯ કોડાય. ઉપરોક્ત ચોમાસાની વિગત નીચે મુજબ ગોઠવી શકાય.
પાલિતાણા : ૭ ચાતુર્માસ. જામનગર : ૧૭ ચાતુર્માસ
કચ્છ : ૨૩ ચાતુર્માસ. શ્રી કુશલચંદ્રજી મહારાજના ૧૧ શિષ્ય પરિવાર ગણાય છે. જેમાં જામનગરના ૪, કચ્છના ૬, માંડલના ૧ (આ દીક્ષા સ્થળ છે.)
શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબ આગમ સૂત્રોના ઊંડા અભ્યાસી હતા. જૈન ધર્મગ્રંથોનો બહોળો અનુભવ ધરાવતા હતા. આપણે જોઈ ગયા તેમ મહારાજશ્રીએ દીક્ષા ગ્રહણ કર્યાથી ગુરુદેવના સાનિધ્યમાં જ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. ફક્ત અભ્યાસ કરી ઉપદેશ જ આપ્યો છે તેવું નથી. ધર્મના આદેશાનુસાર જ શ્રી કુશલચંદ્રજી મ.સા.નું પોતાનું રોજિંદું જીવન આચરણ રહ્યું છે. સાધુત્વને દીપાવે તેવું શુદ્ધ ચારિત્ર સંયમમાર્ગ એ જ શ્રી કુશલચંદ્રજી મ.સા.ના જીવનનું લક્ષ્ય હતું. શ્રી કુશલચંદ્રજી મ.સા.ના વિચારો અને જીવન ચારિત્ર બંનેનો પ્રભાવ જૈન સંઘના દરેક ગચ્છના શ્રાવકો ઉપર પડ્યો હતો.
કચ્છ, કાઠિયાવાડના તિવર્ગમાં શ્રી કુશલચંદ્રજી મ.સા. પાસેથી સંવેગમાર્ગની પ્રેરણા મળી હતી તે ઐતિહાસિક ઘટના છે.
છેલ્લા વરસોમાં મહારાજશ્રીનું સ્વાથ્ય નબળું રહેતું હતું. પોતાની વિદાય વેળા નિકટ આવી ગઈ છે એ શ્રી કુશલચંદ્રજી મ.સા. સમજી શક્યા હતા. તેથી છેલ્લા દિવસોમાં મ.સા. વધુ ને વધુ અંતર્મુખ અને જાગૃત રહેતા હતા.
વસમી વિદાય વિ.સં. ૧૯૬૯ ભાદરવા સુદ દસમ ને બુધવાર સવારના ૧૧.૩૦ કલાકે શ્રી સકળસંઘ અને સાધુ, સાધ્વી સમુદાય સાથે ક્ષમાપના કરી ૮૭ વર્ષની પરિપક્વ વયે પહોંચેલા શ્રી કુશલચંદ્રજી ગણિવરે પરમશાંતિ અને સમાધિ સાથે ચિરવિદાય લીધી.
પાર્જચંદ્રગચ્છ અને સમસ્ત સંવેગી સાધુ-સંઘને શ્રી કુશલચંદ્રજી મ.સા.ની જબરી ખોટ પડી. કચ્છના જૈન સંઘે પોતાના એક સમર્થ ધર્મનેતા ગુમાવ્યા. શ્રી કુશલચંદ્રજી મ.સા.ના કાળધર્મના સમાચાર મળતાં કચ્છભરમાં પાણી પાળવામાં આવી હતી. અમદાવાદ, ખંભાત, વીરમગામ, માંડલ, જામનગર, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ કામકાજ બંધ રાખી ગુરુ મ.સા.ને શ્રદ્ધાંજલિ સાથે અનેક સ્થળોએ વિવિધ ધર્માનુષ્ઠાનો થયા હતા.
મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજીના જીવન અને ગુણાનુવાદના કાવ્ય અમદાવાદના
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૪૯