________________
સ્ટીમ૨ ભરીને મકાઈ તથા રૂપિયા ચાલીસ હજાર જેવી તે સમયની માતબર રકમ દેશના જુદાજુદા ભાગોમાં રાહત તરીકે મોકલાવીને દેશભક્તિનું અનન્ય ઉમદા કાર્ય કર્યું હતું, જેનો જોટો આજ સુધી મળે તેમ નથી.
અમેરિકાની ખૂબ જ વ્યસ્ત બીજી સફ્ળ મુલાકાત બાદ પાછા ફર્યાં. તુરત જ ૧૮૯૭માં પાલિતાણા / શત્રુંજ્ય અંગેના કેઈસ માટે તેમને લંડન જવું પડ્યું. પ્રીવી કાઉન્સિલમાં સફળ રજૂઆત કરીને ચુકાદો આપણી તરફેણમાં લાવ્યા. સાથોસાથ બેરિસ્ટરની ઉપાધી પણ મેળવી. એમણે લંડનમાં ‘Jaina Literature Society'ની સ્થાપના કરી તથા એ સંસ્થા મારફત અંગ્રેજ વિદ્વાનોનાં હાથે સંશોધિત અને વિવેચનાત્મક જૈન ગ્રંથો, અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવીને પ્રગટ કરાવવાનું મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું હતું. ‘જૈન જીવન' અમલમાં મૂકી શકાય તે માટે તેમણે Mahavira Brotherhood' અને ‘Universal Faternity' સંસ્થા સ્થાપી. સને એશિયાનાં પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં ૧૮૯૯માં મળેલ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં વીરચંદભાઈએ સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. એમના પરિષદના કાર્ય અંગે લખતાં એક અગ્રગણ્ય વર્તમાનપત્રે લખ્યું છે. પાંત્રીસ કરોડની વસ્તી ધરાવતા એશિયાનું પ્રતિનિધિત્વ ભારતના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કર્યું. જેમણે આપણી પોસ્ટ પાર્સલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અંગે સંપૂર્ણ વાણિજ્ય શિક્ષણ અંગે વિસ્તૃત રજૂઆત કરી.' એમાં પણ પ્રભાવશાળી રજૂઆતથી ભારતની મહત્તા સાબિત કરી.
-
તેઓ જ્યારે ત્રીજી વખત અમેરિકા ગયા ત્યારે ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખપણા નીચે જુદીજુદી કોમે એકત્રીત થઈને એક મહાન મેળાવડો કરીને, અંગ્રેજીમાં માનપત્ર અર્પણ કરીને તેમનું યથાયોગ્ય સન્માન કરેલ.
મુશ્કેલી ભરેલી મુસાફરીઓ, અમર્યાદ વ્યસ્તતા, કાર્યભારનાં કા૨ણે વિદેશમાં એમની તબિયત બગડી અને જુલાઈ ૧૯૦૧માં તેમને ભારત પાછા ફરવું પડ્યું. તા. ૭ ઑગસ્ટ ૧૯૦૧ના દિવસે, ફક્ત ૩૭ વર્ષની ઉંમરે, જૈન શાસનનો એક જ્વલંત સિતારો અસ્ત થઈ ગયો. જૈન શાસન તથા ભારત દેશે એક વિદ્વાન, ચિંતક, નીડ૨, નિષ્ઠાવાન કવિ, સાહિત્યકાર, કાયદાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, સુધારક, દેશભક્ત, સુશ્રાવક, ગુરુભક્ત, ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન ક૨ના૨, મહાન કર્મવીર-ધર્મવીર, બહુમુખી પ્રતિભા ધરાવનાર નર-કેસરી ગુમાવી દીધો. જેની ખોટ આજ સુધી પૂરી શકાય તેમ નથી.
૧૯૦૧માં તેમનો સ્વર્ગવાસ થયો ત્યાર બાદ ૬૩ વર્ષો સુધી તેઓ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયા હતા. પરંતુ જૈન સમાજનાં સદ્નસીબે, ૧૯૬૪માં મહુવાના વતની, મુંબઈમાં વસતા ત્રણ યુવાન મિત્રો – સાહિત્યકાર – સંશોધનકાર પન્નાલાલ આર. શાહ, પત્રકા૨ વિજ્ય સંઘવી (વાડીલાલ સંઘવી) અને કાર્યકર હિંમતલાલ શાં. ગાંધીએ શ્રી વીરચંદ ગાંધીનાં જન્મ-શતાબ્દી જ્યંતી વર્ષમાં શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૧૩૩૧