________________
મને મારા નીંદનીય કૃત્યોની માફી આપો.
ગુજરાતી કવિની પણ કાવ્ય કંડીકા છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.' આ ઉક્તિ અનુસાર હું એટલો તો આશ્વસ્થ થયો છું કે મેં મારા અંતઃકરણપૂર્વક ભૂલ કબૂલી ક્ષમાયાચના કરી છે તો જરૂર મારા અવિનય ઉદ્ધતાઈને અવગણી મને માફી મળશે જ. આ પસ્તાવારૂપી ઝરણામાં માનસિક ડૂબકી મારી છે તો હું પાપમુક્ત થઈ પુણ્યશાળી થઈશ જ.
આ રીતે પોતાના મનોરથ વ્યક્ત કરી સમગ્ર મુનિમંડળ સહિત આચાર્યમુનિ મહારાજ પંડિત લક્ષ્મીવિજયજી મહારાજને સંતુષ્ટ કરી સ્વગૃહ પ્રતિ પ્રત્યાગમન કરતાં પહેલાં પ્રાર્થના કરી કે, હું મારા દીકરાની લઘુદીક્ષા સમારંભમાં હાજર રહી શક્યો નથી પણ મુખ્ય દીક્ષાંત સમારોહ અમારા શહેર વડોદરામાં જ થાય એવી મારી અભિલાષા છે તો મારી ઈચ્છાપૂર્તિ કરવા આપ સમર્થ છો. મારા આ ક્ષુદ્ર જીવ પર આપની કૃપા વરસાવશો તો મને આનંદ થશે અને મારો મન મોરલો નાચી ઊઠશે.
શ્રાવક શ્રેષ્ઠિ ગજીવનદાસને આશ્વાસન આપતાં ગુરુ મહારાજે કહ્યું કે તમારી મનોકામનાનો ખ્યાલ અમે રાખીશું. અને જ્ઞાની મહારાજની જેવી ઇચ્છા હશે અને તેમણે જ્ઞાન-ધ્યાનમાં લેવું જોયું – વિચાર્યું તેમ થશે. એમ કહી શેઠજીને વિદાય આપી.
હવે મુનિરાજ હંસવિજયજી મહારાજ ગુરુમહારાજ સાથે રહી નિર્વિબતાપૂર્વક વિચરણકાર્યમાં પ્રવૃત્ત થયા અને ક્રમશઃ અપૂર્વ જ્ઞાન ભંડાર પ્રાપ્ત કરી અખંડઆનંદ પામતા રહી મનની પ્રસન્નતાથી સ્વકાર્યમાં નિષ્ઠા-તપનિષ્ઠામાં રત રહી જીવનચર્યા નિભાવવા લાગ્યા. | મુનિશ્રી હંસવિજયજી મહારાજે ક્રમશઃ સર્વવિદ્યા પ્રયત્નપૂર્વક આત્મસાત્ કરી. સાધુ વિરક્ત જીવનવ્યાપન કરતા વિવિધ સ્થાનોમાં વિચરણ કરતા અને દરેક સ્થાને ધર્મચર્ચા ઉપદેશ કાર્ય કરતા અને સંન્યાસીના સર્વ યમનિયમ પાલન કરતા હતા. તેઓ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાનમાં રહી ત્યાં આસપાસના શ્રાવક સમુદાયને ધમપદેશ, સાત્ત્વિક જીવન જીવવાની રીત, સંયમનો મહિમા, અહિંસાવ્રતનું માહાસ્ય વગેરે બાબતોના ઉપદેશ થકી જનસમુદાયમાં આદર પ્રાપ્ત કર્યો હતો. તેમણે સૌપ્રથમ ચાતુર્માસ પૂજ્ય શ્રીયુત લક્ષ્મીવિજયજી ગુરુમહારાજના સાનિધ્યમાં હોશિયારપુરમાં ગાળ્યો હતો. ચતુર્માસ દરમિયાન ગુરુસેવા, ગુરુપદેશ, શાસ્ત્રજ્ઞાન અને વિદ્યાવ્યાસંગ દ્વારા ગુરુમહારાજને પ્રસન્ન કર્યા. ગુરુમહારાજ પણ તેમની સેવાનિષ્ઠા, ભક્તિપરાયણતા અને યમનિયમ પાલનથી પ્રસન્ન રહી શુભાશિષ આપતા રહેલા. તેમણે દ્વિતીય ચાતુર્માસ, તૃતીય ચાતુર્માસ જીરામાં, ચતુર્થ ચાતુર્માસ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી તેમ જ શ્રીકાંતિવિજયજી મહારાજની
૩૧૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો