________________
માટે નિશાળ – પાઠશાળામાં દાખલ કર્યાં. પૂર્વજન્માનુસાર પુણ્યપ્રભાવે ખૂબ જ શીઘ્રાતિશીઘ્ર ગુજરાતી સાહિત્ય, ગણિતવિદ્યા, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોમાં અપ્રતિમ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના પરંપરાગત વ્યાપારકાર્યમાં પ્રવૃત્ત થયા. પોતાના પિતાશ્રી અને વડીલભ્રાતાના સાનિધ્યમાં રહી વ્યાપારવૃત્તિમાં પણ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યા બાદ પિતૃવ્યાપાર કાપડ વેચાણવૃત્તિ છોડી તેમણે ઝવેરીવૃત્તિમાં પણ કુશળતા મેળવી લીધી અને માત્ર ધંધો જ નહિ પણ ન્યાય, નીતિ અને શાલીનતાભર્યા વ્યવહારથી જનમન ૫૨ પણ મજબૂત પકડ મેળવી લીધી હતી આમ તેમણે બહુમુખી પ્રતિષ્ઠા હાંસલ કરી લીધી હતી.
સંસારપ્રવેશઃ
છોટાલાલ મહાત્માની ઉંમર લગભગ ૧૬ વર્ષની હશે ત્યારે શહેરના ખ્યાતનામ શેઠની દીકરી સૂરજબાઈ નામની સુશીલ અને વિનમ્ર કન્યા સાથે વિવાહ-સગાઈ થઈ. તેમ છતાં આ મહાત્મા જલકમલવતુ સંસારી માયાથી વિરક્ત રહેતા. એમની એટલી બધી વિરક્તિ હતી કે જ્યારે તેમની વરયાત્રા નીકળી ત્યારે માર્ગમાં એક ઉપાશ્રયમાં પરમ વૈરાગી મહાન તપસ્વી શ્રીમાન નીતિવિજયજી મહારાજ વિરાજતા હતા તેથી તેમના મનમાં સંકલ્પ થતો હતો કે હું આ સમયે પણ જો પિતાજી અનુમતિ આપે તો વરઘોડો છોડી ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી દીક્ષા અંગીકાર કરી લઉં, પણ તેમનો મનસૂબો સિદ્ધ થયો નહીં. હવે તેઓ સંસારી બની ચૂક્યા હતા છતાં આ સંસારથી મુક્તિ-વિરક્તિની આકાંક્ષા મનમાં સેવી રહ્યા હતા. જીવનની ગાડી ગતિ કરી રહી હતી પણ મનની ગતિ વૈરાગ્ય તરફ વધુ વેગથી ચાલતી હતી. છેવટે ૨૧ વર્ષની યુવાવય પ્રાપ્ત થતાં વૈરાગ્યવૃક્ષને નવાંકુર ફૂટ્યા અને કહેવાય છે તેમ ‘A will will find a way'. તેમણે સંસારથી છૂટવા માટેનો મનસૂબો ઘડી કાઢ્યો હતો તેનો આયોજનપૂર્વક અમલ કરી દીધો. તેમને શ્રાવકશ્રી ગોકુળભાઈ દુર્લભદાસના ઘેર શુભાવસર નિમિત્ત ભોજન માટે જવાનું થયું ત્યાં જ તેમના સહધર્મી-ધર્મસહાયક શ્રી છગનલાલભાઈ મળી ગયા. ત્યાંથી તે બંને જણ સીધા રેલવે સ્ટેશનનો માર્ગ પકડી પંજાબમાં અંબાલા પહોંચી ગયા અને સંવત ૧૯૩૫ના મહા વદ ૧૧ના શુભદિને પંડિત લક્ષ્મીવિજ્યજી મહારાજ પાસેથી દીક્ષા અંગીકાર કરી લીધી. પૂર્વાશ્રમ નામધારી છગનલાલને મુનિશ્રી કાંતિવિજ્યજી અને છોટાલાલભાઈને મુનિશ્રી હંસતિયજી નામો આપ્યાં. થોડા સમયમાં સાધુત્વની સમગ્ર ક્રિયાઓ શીખવામાં મગ્ન બની ગયા. આ બાજુ તેમને ઘે૨ તેમના પૂર્વાશ્રમનાં સ્વજનો ખૂબ જ દુઃખી થઈ અહીંતહીં શોધ કરવા લાગ્યાં અને ઠેર ઠેર તા૨-૫ત્ર અને વિવિધ સ્થાનોમાં માણસો મોકલી તપાસ આરંભી, પણ તેમના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. પૂરા બે મહિના બાદ તેમની પંજાબમાં હોવાની ખબર પડી.
વાવડ મળતાં જ તેમના પિતાજી શેઠ જગજીવનદાસના મનમાં સાંસારિક
૩૦૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો