________________
પૂછવામાં આવેલ કે અમારે શું કરવું? ત્યારે શ્રીમાન મોહનલાલજી મ. જણાવે છે કે શ્રી આત્મારામજી મહારાજ કે જેઓ અત્યારે શાસનમાં અસાધારણ વિદ્વાન અને મહાન આચાર્ય છે તેમણે શ્રીયુત ગાંધીને સર્વધર્મ પરિષદમાં મોકલાવ્યા છે તો તમે તેમને પૂછો. આથી સીધો પત્ર મહારાજશ્રીને પંજાબમાં લખવામાં આવ્યો કે અમો ગાંધીને સંઘ બહાર કરીએ છીએ, આપનો શું હુકમ છે? આના ઉત્તરમાં મહારાજશ્રીએ એવો તો સુંદર અને સરસ ઉત્તર આપ્યો કે મુંબઈનો સંઘ વિચારમાં પડી ગયો. શ્રી આત્મારામજી મ.ના સચોટ ખુલાસાઓ વાંચી રૂઢીચુસ્ત ઠંડાગાર થઈ ગયા અને સંઘ બહારનો હુકમ રદ થયો. શ્રી આત્મારામજી મહારાજે હિંમત ધરી જોરદાર શબ્દોમાં જણાવ્યું કે,
याद रखना धर्म के वास्ते श्रीयुत गांधी तो समुद्रपार अमेरिका चिकागो धर्मपरिषद में गया मगर एक समय थोडे ही अरसे में ऐसा आवेगा कि अपने मौजशोंक के लिये एशआरामके वास्ते व्यापार, रोजगार के लिये समुद्रपार विलायत आदि देशो જે ના રસ વત્ત વિકસ ો સંઘ વદીન રો? વગેરે તેઓશ્રીના શબ્દો આજે અક્ષરશઃ સત્ય પડ્યા છે. વીસમી સદીના એ મહાન ક્રાંતિકારી મહાત્મા શ્રી આત્મારામજી મહારાજની એ ભવિષ્યવાણી આજે બિલકુલ સાચી પડી છે. ધન્ય છે એ નરવીર મહાત્માને !!
ગુણોના આગાર: આત્મારામજી મહારાજ ગુણોનો આગાર હતા. સંકટ સમયે ઘેર્યની, ક્રોધ પેદા થાય તેવી પળોએ શાંતિની, સામાને હેતનો ઉમળકો આવે એવી નિરભિમાનતા તેમનામાં પગલે પગલે જોવા મળતી. ભૂલ થાય તો ભવભીરૂ બની કબૂલ કરવી, સારું લાગે તો સત્યપ્રેમી બની આગળ આવતા અને એ વખતે દુન્યવી માન-અપમાનથી ઉદાસીનતા ધારણ કરતા. આવી તેમની અજબ શક્તિ હતી. વિનયધર્મના તો એ પૂજારી હતા. અહંકારનું તો નામોનિશાન નહોતું. તેઓ અપ્રતિબદ્ધ વિહારી હતા. કોઈ પણ સ્થળે એકી વખતે બે ચાતુર્માસ કરતા નહિ. ગોચરીને માટે બહુ કડક નિયમોનું પાલન કરતા. જીભ ઉપર તો તેમણે અસાધારણ કાબૂ મેળવ્યો હતો. એમની યાદશક્તિ પ્રચંડ હતી. જ્યારે એમના મુખમાંથી શાસ્ત્રની યુક્તિઓ અને દલીલોનાં બાણ છૂટતાં ત્યારે ભલભલા વાદીઓ ઠંડા થઈ જતા.
મહાન સાહિત્યસર્જક શ્રી આત્મારામજી મ.ના સંપૂર્ણ જીવનમાં પ્રસાદ નજરે આવતો ન હતો. જ્યારે જ્યારે પણ તેઓશ્રીને નિહાળવામાં આવતા ત્યારે તેઓશ્રી કોઈ ને કોઈ લેખનકાર્યમાં તલ્લીન જ જોવામાં આવતા હતા. નવીન નવીન જાતના સાહિત્યનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરી પોતે નૂતન સાહિત્ય રચવામાં મશગૂલ રહેતા. શ્રી આત્મારામજી મના હૃદયમાં એક જ ભાવના પૂર્ણ ઉલ્લાસથી ચાલતી હતી કે જૈન શાસનમાં પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથો પ્રાકૃત, માગધી, સંસ્કૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચ્યા છે. દરેક આત્મા તેનો લાભ ઉઠાવી
ન્યાયામભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૯૧