________________
બળનો બહોળો જમાવ થયો અને લગભગ સાત હજાર શ્રાવકોને અને પંદર સાધુઓને પોતાના અનુયાયી તરીકે સામેલ કરી લીધા અને વિ.સં. ૧૯૩૧ (ઈ. સ. ૧૮૭૪)માં સ્થાનકવાસી વેશમાં અંતિમ ચાતુર્માસ હોશિયારપુરમાં કર્યું અને ત્યાર પછી તેઓએ સંપ્રદાય પરિવર્તન માટે ગુજરાત તરફ પ્રયાણ કર્યું.
હોશિયારપુર ચાતુર્માસના અંત સમય દરમિયાનમાં શ્રી આત્મારામજી મહારાજ તેમ જ તેમની સાથે રહેલા સાધુઓએ ત્રણ નિર્ણય લીધા.
(૧) જેનપરંપરાના પ્રભાવિક પ્રાચીન તીર્થોની યાત્રા કરવી. (૨) ગુજરાતમાં જઈ વિશુદ્ધ જૈનપરંપરાના કોઈ સુયોગ્ય મુનિને ગુરુ બનાવી (સંવેગી દીક્ષા લેવી) શાસ્ત્રમાન્ય સાધુ વેશ ધારણ કરવો. (૩) પંજાબ પાછા ફરી વિશુદ્ધ અને પ્રાચીન જૈન પરંપરાની સ્થાપના કરવી.
અમદાવાદ તરફ વિહારઃ તેઓના નિર્ણય અનુસાર તેઓએ અમદાવાદ તરફ વિહાર કર્યો. શ્રી આત્મારામજી મહારાજ તેમ જ તેમની સાથે ૧૫ સાધુઓએ મુખ પર બાંધેલી મુહપત્તિઓનો ત્યાગ કર્યો.
શ્રી આત્મારામજી મહારાજ તથા તેઓની સાથે ૧૫ સાધુઓ આવી રહ્યા છે તે સમાચાર સાંભળી શ્રી બુટ્ટરાયજી મહારાજ ખૂબ જ આનંદિત થયા. શ્રી આત્મારામજી મહારાજનાં કાર્યો અને વિચારોની પ્રસિદ્ધિ ભારત વર્ષમાં ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. ગુજરાતમાં પણ ઘરેઘરે તેમની કીર્તિ પહોંચી ગઈ હતી, તેથી નગરજનોને તેમનાં વંદન કરવાની ઘણી જ ઉત્સુકતા અને જિજ્ઞાસા હતી. ઘણા દિવસોથી તેઓના ભવ્ય સ્વાગત માટેની તૈયારી અમદાવાદમાં થવા લાગી હતી. ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ સાથે હજારો માણસો અમદાવાદથી માઈલો દૂર તેમનું સ્વાગત કરવા ગયા અને તેઓનો બહુમાનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. તેમની અદ્વિતીય પ્રતિભા અને મોહક વ્યક્તિત્વએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેઓની વ્યાખ્યાનધારા સાંભળી જનતા હર્ષથી પાગલ બની ગઈ. પૂ. શ્રી આત્મારામજી મહારાજે મુનિ શ્રી બુટેરાયજીની સેવામાં ઉપસ્થિત થઈ તેઓના શિષ્ય થવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ સંવેગી પરંપરાની દીક્ષા લેતા પહેલાં શ્રી શત્રુંજયની મહાતીર્થની યાત્રા કરી લેવા માગતા હતા.
તેઓશ્રી પાલિતાણા આવ્યા અને શત્રુંજય દાદા ઋષભદેવના દરબારમાં પહોચી યુગાદિદેવ પાસે ગદ્ગદિત કંઠે તેઓશ્રી સ્તવના ઉચ્ચારે છે કે
અબ તો પાર ભયે હમ સાધુ, શ્રી સિદ્ધાચલ દરશ કરી રે! આદીશ્વર જિન મેહર કરી અબ, પાપ પટલ સબ દૂર ભયો રે||. તમ મન પાવન ભવિજન કેરો, નિરખી જિનંદ ચન્દ સુખ થયા રે|| ૧||
આવું સુંદર ભાવવાહી સ્તવન દાદાના દર્શન કરતા હૃદયમાંથી ફુર્યું અને પોતાના જન્મથી લઈ અત્યાર સુધીની પોતાની સંપૂર્ણ આત્મકથા સ્તવન દ્વારા વ્યક્ત કરી.
૨૮૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો