________________
નહીં, ધનનો ખોટો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. જોકે એ ૬૧ વર્ષની ઉંમરે ધન કમાવવાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તોપણ સંતાનોને થોડી પણ ચિંતામાં જોતાં તો કહેતા કે ગભરાઓ છો કેમ, હું કમાઈશ – ચાલો, મારી સાથે. મુશ્કેલી આવી છે તો શું થઈ ગયું? શૂન્ય થઈ જાઓ તો ફરીથી પાછા ચાલવાનું શરૂ કરવું. ક્યારેય આવી કઠિન સ્થિતિ આવી નહીં, પરંતુ એમને વિવશતા કે દીનતા કદી પસંદ નહોતી. પોતાના મનને તરત જ ઉત્સાહમાં લાવવાનું એ ખૂબ જાણતા હતા.
કહેતા કે વધારે પડતી સંપત્તિ દુઃખનું મૂળ છે, ખૂબ કમાઓ અને શુભ માર્ગે ખર્ચ કરો.”
“સંસારમાં થોડું જ વધારે આનંદ આપે છે. આ સિદ્ધાંત જ એમની જીવનશૈલી દ્વારા અમને શીખવી ગયા.
તેમના જીવનનો સંદેશ કે મૂલ્યાંકન છે : ‘આચરણ અધિક, ઉપદેશચર્ચા ઓછી.”
વિદ્યાવિજયજી મ. સા. પાસેથી શિવપુરીમાં શીખેલી અને અપનાવેલી વિચારધારા
જે થવાનું હશે તે થશે, જે થાય તે સારાને માટે, ઉતાવળ ન કરો
અને ખેદ ન કરો.”
ષાયમુરિત નિમુક્તિવ' – કષાયોથી મુક્તિ જ ભવ-મુક્તિ છે. એ સિવાયની કોઈ બાબત પર લક્ષ્ય રાખવું નિરર્થક છે.
સમયે યમ! | માયણ' મહાવીરે મુખ્ય ઉપદેશ પરમ શિષ્ય ગૌતમને સંબોધીને આપ્યો હતો - હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. જૈન ધર્મનો આ જ સાર છે. સારો માર્ગ જાગૃતિનો છે. જે ક્રિયાઓમાંથી જાગૃતિનું લક્ષ્ય નીકળી ગયું છે તે ક્રિયાઓ માત્ર નિરર્થક જ નહીં, નુકસાન કરવાવાળી છે.
પાંડિત્યપૂર્ણ વાતો સાંભળી અવારનવાર કહેતા. બહુ જ સારું પરંતુ હોંશમાં રહેજો.’
‘મહંમતિ મંત્રોડયમ્' – અહં અને મમ” – મોહના બે મહાશત્રુ છે. આ શત્રુ દરેક સ્થાને છુપાઈને આવે છે, ખાસ તો પંડિતાઈમાં વિશેષ રૂપથી.