________________
રાસકૃતિઓ – મૃગાવતી ચરિત્ર ચોપાઈ” અને “વલ્લકચીરી રાસનો આસ્વાદમૂલક અવબોધ કરાવે છે. કૃતિઓનો આસ્વાદ મળે એ માટે સમીક્ષક મૂળ કૃતિની સંખ્યાબંધ પંક્તિઓ છૂટથી ઉદ્ધત કરે છે. યશોવિજયજી વિશેનો લેખ પણ આ પદ્ધતિએ લખાયો છે. લેખના પૂર્વાર્ધમાં લેખક યશોવિજયજીના જીવનકવનનો ખ્યાલ આપી ઉત્તરાર્ધમાં તેમની કૃતિ “શ્રી જંબુસ્વામી રાસની આસ્વાદમૂલક સમીક્ષા કરે છે. આ બંને લેખો મધ્યકાળના બે મોટા ગજાના જૈન કવિઓનો સમ્યક પરિચય કરાવવાની સાથે તેમની સાહિત્યિક દૃષ્ટિએ સક્ષમ કૃતિઓની સમાલોચના પ્રસ્તુત
કરે છે.
મધ્યકાળના મોટા ગજાના સમર્થ કવિ જયશેખર સૂરિની કૃતિઓમાં ત્રિભુવનદીપક પ્રબંધ' અનેક દષ્ટિએ ઉલ્લેખનીય છે. નરસિંહ પૂર્વેની કૃતિઓમાં અને ખાસ તો રૂપક પ્રકારની કૃતિઓમાં આ રચનાનું સ્થાન ઉચ્ચ કક્ષાનું છે. ડો. રમણલાલે તેમના લેખમાં આ રચનાની વિશેષતાઓ સુપેરે ઉપજાવી છે.
પડિલેહાના અન્ય લેખો પૈકી બે લેખો નળાખ્યાન' સંબંધ છે. પ્રથમ લેખમાં તેમણે આખ્યાનના પિતા ગણાતા ભાલણના બીજા નળાખ્યાનનું પગેરું શોધવાની મથામણ કરી છે. છેક મહાભારતના નળાખ્યાનથી માંડી, ભાલણના પ્રથમ નળાખ્યાન સાથે બીજા નળાખ્યાનોનો તુલનામૂલક અભ્યાસ કરી તેઓ તારણ પર આવ્યા છે કે ભાલણના કહેવાતા નળાખ્યાનોનું કર્તુત્વ ભાલણનું નથી, પણ અર્વાચીન સમયનું છે. આ પરાક્રમ કોણે કર્યું હશે તેનો સંકેત પણ તેમણે કર્યો છે. તેમનો આ લેખ એક નમૂનેદાર સંશોધન લેખ બને છે. નળાખ્યાન' વિષયક બીજા લેખમાં રમણલાલે મધ્યકાળના સર્વશ્રેષ્ઠ આખ્યાન ગણાયેલ પ્રેમાનંદના ‘નળાખ્યાનના કથાવસ્તુની સમીક્ષા કરી છે અને પ્રેમાનંદ પર એના પુરોગામી કવિઓ પૈકી ભાલણ અને નાકરની તથા જૈન પરંપરાની નવલકથાની કેટલી અસર થઈ છે તે તારવી આપવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. કથાવસ્તુની કવિએ કેવી સંયોજના કરી છે એની તપાસ પણ તેમણે કરી છે અને એ દ્વારા આ કૃતિ સર્વશ્રેષ્ઠ કૃતિ શા માટે બની શકે છે તે સમજાવ્યું છે.
આ રીતે પડિલેહાના દસદસ અભ્યાસલેખો રમણલાલની અધ્યયનશીલતા, સંશોધક વૃત્તિ, વિવેચકપ્રતિભા અને અભ્યાસશીલતા પર પ્રકાશ પાડે તેવા બની શક્યા છે. આ એક જ વિવેચન સંગ્રહથી ડૉ. ૨. ચી. શાહ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર વિવેચક તરીકે ઊપસી આવ્યા. તેમાં વિવેચકની લાક્ષણિકતા પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે.
ડૉ. રમણભાઈએ બંગાકુ-શુમિ શીર્ષકવાળો વિવેચન ગ્રંથ પણ લખ્યો છે. આ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. બંગાકુ એટલે સાહિત્ય, શુમી એટલે અભિરુચી. બંગાકુ શુમી એટલે સાહિત્યમાં અભિરુચી. તેમાં બાર લેખો છે. તે પૈકી આરંભિક ત્રણ લેખો અલંકાર' – કાવ્યપ્રયોજન અને ધ્વનિવિરોધ ભારતીય કાવ્યશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. પ્રથમ લેખમાં લેખકે કાવ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૨૯