SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. દુઃખના દિવસોમાં પણ તેઓ સમતા અને ધીરજ ધારણ કરતા હતા. એમનું જીવન એટલે સમવિષમ સંજોગોથી સભર સમતામય જીવન. શ્રીયુત રમણભાઈનો જન્મ બાના ચોથા દિકરા તરીકે થયો હતો. તેમને તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઈનામ મળ્યું. પાદરાની સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું. પાદરાથી મુંબઈ રહેવા આવ્યા ત્યાં બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ચિત્રકળાનો શોખ. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ બંને પરીક્ષામાં ફર્સ્ટક્લાસ મેળવ્યો. ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્ક છતાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં આર્ટ્સમાં એડમિશન મેળવ્યું. સ્વપ્ન હતું સારા લેખક થવાનું. ઘર છોડી મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વક્તત્વ સ્પર્ધા, નાટ્યલેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ઇન્ટર આમાં ફર્સ્ટક્લાસ. બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો લીધા. બી.એ.માં ફર્સ્ટક્લાસ પાસ થયા. ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યા. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફેલો તરીકે નિમણૂક પામ્યા. એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ ચાલુ. સાજન વર્તમાન પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. યુનિવર્સિટીમાં બલવંતરાય કલ્યાણરામ ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ આવવા બદલ સેન્ટ ફ્રાન્સિસ મેડલ મળ્યો. જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાપ્યા. ૧૯૫૬માં ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય પર મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠલ કામ શરૂ કર્યું. ૧૯૬૦માં પીએચ.ડી.ની ડિગ્રી મળી. ૧૯૬૩માં પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા. તેમના પત્ની તારાબહેન સોસાયા કૉલેજમાં અધ્યાપક હતાં. તેમનાં સંતાનોમાં અમિતાભ અને દીકરી શૈલજા. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. મુંબઈ જૈન યુવક સંઘના મેંબર બન્યા. આ ઉપરાંત વિદેશોમાં વ્યાખ્યાનો આપવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી, પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. મુંબઈ જેન યુવકસંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવનના સહમંત્રી બન્યા. મુંબઈ જેન યુવકસંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો સ્વર્ગવાસ થતા રમણભાઈ સર્વાનુમતે જૈન યુવક સંઘના પ્રમુખ બન્યા. એમના પ્રમુખપદ નીચે જૈન સાહિત્ય સમારોહ શરૂ થયા, જે આજ સુધી ચાલુ છે. આવું પ્રવૃત્તિમય જીવન જીવ્યા પછી ૨૨ ઓક્ટોબરે તબિયત બગડી, ૨૪ ઓક્ટોબર ૨૦૦૪માં સમાધિમૃત્યુ થયું. જૈન સમાજને એક પૂરી ન શકાય તેવી ખોટ પડી... રમણભાઈ – વિશિષ્ટ સાહિત્યકાર જીવન ઝરમર જોતા દેખાઈ જ આવે છે કે તેના દરેક વળાંક સાહિત્યસર્જન તરફ વળે છે. સમગ્ર જીવન દરમિયાન તેમણે સાહિત્યપૂજા જ કરી છે. રમણભાઈના સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૨૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy