________________
અઠ્યાસીથી વધુ વિષયો આવરી લેતો આ દળદાર ગ્રંથ મહાપ્રજ્ઞજીના દર્શનનું ઊંડાણ અને જ્ઞાનની પરિપક્વતા રજૂ કરે છે.
મહાગ્રંથના શીર્ષક વિશે સાધારણ રીતે પ્રશ્ન થાય કે શું મહાવીરનો પુનર્જન્મ શક્ય છે ? મહાપ્રજ્ઞજી આ ગ્રંથ દ્વારા સિદ્ધ કરે છે કે મહાવીરનો પુનર્જન્મ માત્ર એક જ વખત નથી થયો, પણ યુગે યુગે થઈ રહ્યો છે તેઓ કહે છે મહાવીર અમર છે.
•
સતત પ્રભાવિત સ્વર છે.
વિચાર અને ચિંતનની ક્ષિતિજ ઉ૫૨ ઝગમગતો પ્રકાશિત દીપક છે.
સમસ્યાના ગઠ્ઠન તિમિરમાં લાગે છે સૂર્ય સમીપ છે.
પ્રશ્ન શાશ્વત છે કે સામયિક,
વૈજ્ઞાનિક છે કે દાર્શનિક,
વ્યક્તિનો છે કે સમષ્ટિનો,
પૃથ્વીનો છે કે અંતરીક્ષનો,
આપે છે દરેક પ્રશ્ન મહાવીરને નવજીવન.
જ્યારે કરે છે મહાવીર એનું નિદાન / સમાધાન
જ્યાં સુધી રહેશે પ્રશ્ન, સમસ્યા અને ઉલઝન
ત્યાં સુધી મહાવીર પણ પ્રાસંગિક
અને આ જ પ્રાસંગિકતાની કૂખેથી જન્મ લે છે દરેક દિવસે, દરેક પળે એક નવા મહાવી૨
-
ગમે તેટલી હોય બળબળતી બપોર
શીતળ અને મનભાવન બનીને શાંત સમીર.’
(૧૨) ગીતાઃ સંદેશ ઔર પ્રયોગ
એક વિશાળ જૈન સંઘના આચાર્ય હોવા છતાં એમણે શ્રીમદ્ ભગવત્ ગીતા ઉપર શતાધિક પૃષ્ઠના મનનાત્મક સાહિત્યનું સર્જન કર્યું હતું. આ વિષયમાં એમના પોતાના શબ્દોમાં વિવેચનઃ
‘હું જૈન ધર્મ દર્શનમાં દીક્ષિત થયો છું એટલે અનેકાંતનો સિદ્ધાંત મને વારસામાં મળેલો છે. મેં એનો સ્વીકાર ફક્ત વારસાના રૂપમાં જ નથી કર્યો, પણ એને આધુનિક સંદર્ભોમાં સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે. સાપેક્ષવાદ અને સંભાવનાવાદ અનેકાંતના આધારસ્તંભ છે. એ બંનેને સમજીને એમને હૃદયંગમ કર્યાં છે.
“મારી દૃષ્ટિમાં ગીતા એ અનેકાંત દર્શનનો સુંદર ગ્રંથ છે. આચાર્ય સિદ્ધસેને ‘સન્મતિતર્ક’ અને આચાર્ય સમંતભદ્રએ ‘આપ્તમીમાંસામાં નયવાદનું સૂક્ષ્મતાથી નિરૂપણ કર્યું છે, અને એ બંને દાર્શનિક ગ્રંથ બની ગયા. ગીતા આધ્યાત્મિક અને દાર્શનિક બને છે. એમાં નયષ્ટિનો પદ-પદ પર ઉપયોગ ઉપલબ્ધ છે. એટલે એ દ્વૈતવાદી અને અદ્વૈતવાદી બંને છે, એટલે એ બંને માટે આધારભૂત ગ્રંથ છે.
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ - ૨૧૯