________________
(૮) આચાર્ય મહાપ્રજ્ઞ અને અણુવ્રત સાહિત્ય
ઈ. સ. ૧૯૪૭માં આઝાદી પછી દેશની બહુઆયામી પ્રગતિ વિશે પંડિત નેહરુના નેતૃત્વ નીચે અનેક યોજનાઓ બનાવવામાં આવી, પણ આચાર્ય તુલસીને લાગ્યું કે આ બધી ભૌતિક પ્રગતિ માટેની યોજનાઓની સાથે નૈતિકતા અને સંયમ જેવા ગુણોના વિકાસથી જ દેશનો સર્વાગીણ વિકાસ થઈ શકશે, એ માટે એમણે અણુવ્રત આંદોલનનું પ્રવર્તન કર્યું. નાના નાના નૈતિકતામૂલક વ્રતો દ્વારા વ્યક્તિમાં સંયમ અને ઈમાનદારી માટેના આ આંદોલન માટે આચાર્ય મહાપ્રજ્ઞજીએ અનેક પુસ્તકોનું સર્જન કર્યું. એમાં અણુવ્રત દર્શન' આદિ મુખ્ય છે. ૨૩ માર્ચ, ૧૯૬૬થી ૧૩ એપ્રિલ ૧૯૬૬ સુધી દિલ્હી (મેહરોલી)માં ત્રિસાપ્તાહિક અણુવ્રત સાધના શિબિરનું આયોજન થયું, જેનું ઉદ્દઘાટન મોરારજી દેસાઈએ કર્યું હતું. આ શિબિરમાં મહાપ્રજ્ઞજી સાથે અણુવ્રત અને અન્ય વિષયો પર પ્રખ્યાત સાહિત્યકાર જૈનેન્દ્રકુમાર, ખેડૂભાઈ દેસાઈ, ધદા ધર્માધિકારી, હરિભાઈ ઉપાધ્યાય, શ્રીમન્નારાયણ, મદલસા અગ્રવાલ, યશપાલ જૈન, ભૂરેલાલ બયા, સાહૂ શાંતિપ્રસાદ જેન, ડૉ. હરિવંશરાય બચ્ચન આદિ ચોસઠ વ્યક્તિઓ સાથે ગહન ચિંતન કર્યું.
આના ફળસ્વરૂપે “અણુવ્રત કી ઘર્શનિક પૃષ્ઠભૂમિ અને અણુવ્રત વિશારદા જેવા પુસ્તકોનું સર્જન થયું. (૯) અહિંસા પર વિશદ વિવેચનાત્મક સાહિત્ય
અહિંસા જેન ધર્મનો પ્રાણ છે. આવા ગહન વિષયનું એમણે સાંગોપાંગ ઊંડું અધ્યયન કર્યું. | તેરાપંથ સંઘના પ્રથમ આચાર્ય ભિક્ષુસ્વામીના ક્રાંતિકારી વિચારોથી તેઓ અત્યંત પ્રભાવિત હતા. “મોટા જીવોની રક્ષા માટે નાના જીવોની હિંસા કદી પણ અહિંસા ન થઈ શકે. શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધન પણ આવશ્યક છે. આચાર્ય ભિક્ષના આ વિચારોથી તેઓ આંદોલિત થયા. સામાજિક શોષણ અને અસમર્થ લોકો પર થતી ક્રૂરતાથી એમનામાં વિશેષ સંવેદના જાગી. એમણે આ વિષયો પર મહાત્મા ગાંધીના વિચારોનું પણ વાંચન કર્યું. અને નીસવીં સદી કા નયા આવિષ્કાર' પુસ્તકનું સૂચન કર્યું. (સંવત ૨૦૧૦)
સુરતના પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ‘અહિંસા' વિષય પર ગ્રંથનું સંકલન કરી રહ્યા હતા. આચાર્ય ભિક્ષુના અહિંસા સંબંધી વિચારોને આ ગ્રંથમાં સંકલિત કરવા એમણે આચાર્ય તુલસીને પ્રસ્તાવ મોકલ્યો. આચાર્ય તુલસીના કહેવાથી મહાપ્રજ્ઞજીએ “અહિંસા' નામનું લઘુ પુસ્તક લખ્યું.
ત્યાર બાદ ‘ભિક્ષુ વિચાર દર્શન, ‘અહિંસા ઉવાચ આદિ અહિંસા પર પંદરેક ગ્રંથોની રચના કરી. (મહાપ્રજ્ઞ સાહિત્ય ક્ર. ૩૮થી ૫૧)
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૭