________________
એનું શ્રેય એમના પ્રયોગાધારિત ચિંતન અને લેખનને જાય છે. ધ્યાન અને યોગ પછી અનુપ્રેક્ષાધ્યાન અને અંતે કાયોત્સર્ગ – શરીર અને આત્માનું ભેદજ્ઞાન ઉપર ગહન મનનાત્મક પુસ્તકો રચ્યા છે. આ પુસ્તકોનું વિવરણ પરિશિષ્ટ ૧૬૯થી ૧૮૦ સુધી દષ્ટવ્ય છે. (૪) કવિ – મહાપ્રજ્ઞ
મહાપ્રજ્ઞનું હૃદય કવિહૃદય હતું. તેઓ કવિતાનું સર્જન નહોતા કરતા, એ તો સ્વયં એમની લેખિનીમાંથી વહી જતી. એમના ઉત્તમ કાવ્યાત્મક સર્જનો છે – સંબોધિ, અગ્નિ જલતી હૈ, અક્ષરકો પ્રણામ, અતુલા-તુલા, અપથકા પથ, અભ્યદય, અશબ્દકા શબ્દ, આલોક પ્રજ્ઞાકા, ઊર્જાકી યાત્રા, ઋષભાયણ, એક પુષ્પ એક પરિમલ, ગાગરમેં સાગર, ઘટ ઘટ દીપ જલે, ચૈત્ય પુરુષ ગ જાએ, જ્ઞાત-અજ્ઞાત, તટ દો: પ્રવાહ એક, તુલસી યશોવિલાસ, પાથેય, ફૂલ ઔર અંગારે, બંદી શબ્દ મુક્ત ભાવ, ભેદમેં છિપા અભેદ, મુકુલમ્, શ્વાસઃ વિશ્વાસ, સૂરજ ફિર આએગા આદિ.
લગભગ ૨૫-૩૦ વર્ષની વયે એમણે લઘુકાવ્ય બનાવેલું – મનકા પંખી ચોંચ માર રહે હૈ, જીવનકે દર્પણ પર, ઔર ઉસમેં દેખ રહા હૈ અપના પ્રતિબિંબ, પર ઉસે માન રહા હૈ અપના પ્રતિદ્વન્દ્ર ||
ગહન વિષયોને કાવ્યબદ્ધ કરનારી આવી હતી એમની વિરલ કાવ્ય-પ્રતિભા! (૫) જૈન ધર્મ અને જૈન દર્શન પર વિપુલ સાહિત્ય
તેઓશ્રીએ શ્વેતાંબર જૈનાગમોનો અને દિગંબર સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આનાથી એમને જૈન દર્શનનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ સ્વયં એક મહાન દાર્શનિક અને સ્વતંત્ર ચિંતક હતા. એમના પ્રખર જ્ઞાન અને મૌલિક ચિંતનના આધારે એમની કલમે જૈન ધર્મ, જૈન દર્શન અને જૈન તત્ત્વજ્ઞાન વિષયો પર વીસથી પણ વધુ મનનીય પુસ્તકોનું સર્જન કર્યું હતું (જુઓ પરિશિષ્ટ ક્રમાંક ૧૦૩થી ૧૨૫). આ પુસ્તકોમાં જૈન દર્શન, મૌલિક તત્ત્વ (ભાગ ૧/૨) અને જેના દર્શનઃ મનન ઔર મીમાંસા' એ જૈન ધર્મ અને દર્શનના આધારભૂત ગ્રંથો છે.
માત્ર છવીસ વર્ષની ઉંમરે એમણે “શ્રાવકુ પ્રતિક્રમણ' પુસ્તકમાં ષડાવશ્યકની વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી હતી. સન ૨૦૦૨માં “જીવ-અજીત' પુસ્તકમાં જૈન તત્ત્વ જ્ઞાનના પચીસ બોલ' પુસ્તકમાં નવ તત્ત્વો અને છ દ્રવ્યોનું સરળ ભાષામાં વિવેચન કર્યું હતું. જૈન ધર્મ, દર્શન અને તત્ત્વજ્ઞાનના અમૂલ્ય સાહિત્યસર્જન માટે જૈન સમાજ એમનો ચિર ઋણી રહેશે. (૬) અમૂર્ત ચિંતન
જૈન દર્શનની પ્રસિદ્ધ અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ અને એને પુષ્ટિ કરનાર
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૫