________________
શીલાંક શંકરાચાર્ય, સાયણાચાર્ય અને વાચસ્પતિ મિશ્ર જેવા ભાષ્યકારોની કોટિમાં સ્થાન મેળવ્યું. | ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને આચાર્ય મહાપ્રજ્ઞજીની ગોષ્ઠિ વિજ્ઞાન અને અધ્યાત્મના મધુર મિલન જેવી લાગતી હતી.
૨૦૦૭ની ૧૫મી ઓક્ટોબરે સુરતમાં ધર્મગુરુઓના સંમેલનમાં આ બંને મહાનુભાવોનો પ્રથમ મેળાપ થયો. એમણે સુરતમાં સંયુક્ત રૂપે આધ્યાત્મિક ઘોષણા કરી અને એને માટે ક્યુરે નામની સંસ્થાની સ્થાપના કરી. એટલું જ નહીં પણ એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મળીને એમણે ધ ફેમિલી એન્ડ ધ નેશન' નામના ગ્રંથની રચના કરી. આત્મા અને વિજ્ઞાન બંને સામસામે છેડે હોવાની વાતનો વિરોધ કર્યો. વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એમની વચ્ચે કશો વિરોધ નથી. વર્તમાન યુગની માનવીય સમસ્યાઓના લ માટે બંનેનું સાયુજ્ય અનિવાર્ય છે. શ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાત સમાચાર)
આચાર્ય મહાપ્રજ્ઞજીની ૮મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં જૈન વિદ્વાન અને સાહિત્યકાર શ્રી ગુણવંત બરવાળિયા ગુંજન” લખે છે કે, “આચાર્ય મહાપ્રજ્ઞજીના લખાણો કે પ્રવચનોમાં ઉચ્ચસ્તરીય વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનની લગીરે ન્યૂનતા કે અભાવ નથી. વળી સાથેસાથે પ્રાથમિક જ્ઞાનની હાજરીની નોંધ લેવી પડે. તેમનું જીવન અને કવન નિશ્ચયનો સ્પર્શ કરી વહેવારના શિખર પર વિવેકની ધ્વજ લહેરાવે છે.
તેઓશ્રીએ સેંકડો પુસ્તકોના વિશાળ સાહિત્ય સર્જન-સંપાદનમાં વિવિધ વિષયોની છણાવટ કરી પોતાની સર્જક પ્રતિભાના આપણને દર્શન કરાવ્યા છે. જેમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવી આત્મકત્ત્વના અચલ સનાતન નિયમોનું વ્યાવહારિક સંકલન કર્યું છે તે “સંબોધિ' પુસ્તક જૈન ધર્મની ગીતા કહી શકાય એવું દિવ્ય સર્જન છે.
ધર્મનો આધાર જીવન છે અને દર્શનનો આધાર સાહિત્ય છે. સાંપ્રત સ્થિતિમાં જીવનગત, આત્મગત, વ્યક્તિગત કે સમૂહગત તથ્યોને સાહિત્યના માધ્યમથી અભિવ્યક્ત કરી શકાય. એ ઉક્તિને આચાર્ય મહાપ્રજ્ઞજીએ સર્જન દ્વારા ચરિતાર્થ કરી છે.'
આચાર્ય મહાપ્રજ્ઞના અમૂલ્ય સાહિત્યનું આચમન (૧) આગમ સંપાદનઃ શ્રુતની અવિસ્મરણીય સેવા
તેઓશ્રીએ જેનાગમોના સંપાદન-અનુવાદનું ભગીરથ કાર્ય કર્યું, એ શ્રુતસેવાનો એક અનન્ય ઉપક્રમ છે. આ મહાન કાર્યમાં જે સફળતા મળી છે એને માટે હમ વ્યાકરણનું આઠમું અધ્યયન, ધાતુપાઠનું સુદઢ જ્ઞાન, સંસ્કૃત વ્યાકરણ પર અધિકાર અને દર્શનનું ગહન અધ્યયન – આ ચારેયનું મોટુ યોગદાન તેઓશ્રી માનતા હતા.
શરૂઆતમાં આ આગમ-સંપાદનની વિપુલ આલોચના થઈ. વિદ્વાનો એને
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૩