________________
ગુરુદેવ કીર્તિદો અસ્તિત્વ ધરાવે છે. ત્યારે આવી સ્મૃતિઓ હૈયામાં અનેક પ્રકારની લાગણીઓ જન્માવે છે. એમ કહી શકાય કે પૂજ્યશ્રી ભલે ગયા પણ સંયમ સાધનામાં સહાયક એવા આદર્શો મૂકતા ગયા છે કે એનો આધાર લઈને આગળ વધનારને તેઓશ્રીનું અસ્તિત્વ હાજર હોય એમ જણાય છે.
કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત વ્યાકરણ ગ્રંથમાં પૂજ્યપાદશ્રીએ સમસ્ત શબ્દશાસ્ત્રના સાગરને ઠાલવ્યો છે. તે મહાન વ્યાકરણ ગ્રંથનું અવગાહન કરવા માટે નૌકા રૂપ હેમ સંસ્કૃત પ્રવેશિકા ના ત્રણે ભાગો ખરેખર સંસ્કૃત ભાષાનાં જ્ઞાનના અર્થી સર્વ કોઈને માટે પરમ આલંબનરૂપ હોવાથી મહાન ઉપકારક છે.
રમણલાલ ભોગીલાલ પરીખ ખંભાતવાળાએ પૂછ્યું કે માણસને મોટો ભય મોતનો જ સતાવતો હોય છે. એને દૂર કરવા માટે મરવાનું છે. એવો જાપ કરી શકાય કે કેમ? જેના જવાબમાં પૂજ્યશ્રી જણાવ્યું કે મૃત્યુને હંમેશા આંખ સમક્ષ રાખીને સંસારના સંયોગોની ક્ષણ વિનશ્વરતા સમજી ધર્મારાધનામાં અપ્રમત્ત ભાવે રહેવું એ બરાબર છે. બાકી એવો કોઈ જાપ કરવાનો હોય નહીં. જાપ તો જે ધ્યેય સ્વરૂપ હોય તેવા અરિહંત આદિના નામનો કે નવકાર મહામંત્રનો જ કરવાનો હોય. જન્મનો ભય રાખતા અજન્મા બનવા માટે પ્રયત્નશીલ બનવાનું હોય !
પૂજ્યશ્રીની કલમે લખાયેલ તમામ સાહિત્ય પ્રાચીનતા અને અર્વાચીનતાના સુમેળ સાથે આધ્યાત્મિક માર્ગે દોરી જનારું છે. તેમના સ્તવન સજઝાય સંગ્રહ નામના પુસ્તકમાં ચૈત્યવંદન, સ્તુતિઓ, સ્તવનો અને સઝાયોનો મોટો સંગ્રહ તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રીના પ્રકાશિત “ધન્ય જીવન’ પુસ્તકમાં આપણું પર્વ શીર્ષક હેઠળ આરાધના માટે કેટલોક બોધ જણાવ્યો છે. આ ઉપરાંત તેમાં મુનિમહારાજોએ તેમ જ પૂજ્ય સાધ્વીજી વર્ગ આ બંનેને ખાસ ઉપયોગી બને તેવું વિવરણ જોવા મળે છે. તેમાં પૂજ્યશ્રીએ મૈત્રીભાવના, કરુણાભાવના, પ્રમોદભાવના તેમ જ માધ્યસ્થ ભાવના પર ખાસ વિવેચન કર્યું છે. પૂજ્યશ્રીના અન્ય પુસ્તક વીતી રાત અને પ્રગટ્યું પ્રભાતમાં પોતાની ઓજસ્વી અને પ્રભાવિક પ્રસન્ન ગંભીર શૈલીમાં જૈન શાસનના ધર્મકથાનુયોગના સાહિત્ય રત્નાકરમાંથી વીણીવીણીને રત્નસમી કથાઓ પ્રસિદ્ધ કરી છે. તેમાં સંકળાયેલા પ્રસંગો સંસારમાં કર્મ સત્તાના પ્રભાવે સ્વાભાવિક રીતે બની રહ્યા છે, ઉપરાંત ધર્મનો પ્રભાવ કઈ રીતે અદ્ભુત ચમત્કાર સર્જી રહ્યો છે તે વર્ણવ્યું છે. પૂજ્યશ્રીનું “જાગ મુસાફિર ભોર ભાઈ મુક્તિના માર્ગ પર ચાલનાર મુસાફર માટે પ્રકાશ સ્થંભ છે. તેઓશ્રીના આ પુસ્તકમાં સ્વતંત્રતાની સાધના, સુખ ક્યાં છે? શિક્ષણનો સાચો આદર્શ, ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ, શક્તિનો સદ્દઉપયોગ કેવી રીતે કરવો, વિકાસનો માર્ગ વગેરે | વિષયો પર માર્મિક અભ્યાસ જોવા મળે છે. તેઓશ્રીના દીપ સે દીપ જલે' નામના પુસ્તકમાં માનવજીવનની સમસ્યાઓ
સાહિત્યકાર શ્રી વિજય- કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ + ૨૦૭