________________
થયો. વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન અને જૈનદર્શનનું અધ્યાપન પણ કર્યું.
અભ્યાસના અંતે કલકત્તા સંસ્કૃત એસોસિએશન દ્વારા લેવાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ન્યાયતીર્થની ઉપાધિ પ્રાપ્ત કરી. તો શિવપુરી ગુરુકુળની તર્કબૂષણ' પદવી પણ મેળવી. આ સમય દરમિયાન તેમના મનમાં જિંદગી અંગેનું કંઈક અલગ જ મનોમંથન ચાલતું હતું. મનોમંથનના અંતે તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યાં કે (૧) નોકરી કરવી નહીં, (૨) પૈતૃક સંપત્તિ લેવી નહીં અને પુત્રને સંપત્તિ આપવી નહીં (૨) કલમના સહારે જિંદગી જીવવી. આ નિર્ણયો પાછળ ગોવર્ધનરામ ત્રિપાઠી અને નર્મદની મનોભાવનાનું બળ હતું. આ નિર્ણયોએ તેમની તાવણી તો ઘણી કરી પણ સાથે સાથે જીવનમાં પ્રાણ પણ રેડ્યો. આ સંકલ્પોને એમણે જીવનના વિપરીત સંજોગોની વચ્ચે પણ અડગ મનથી પાળ્યા.
જીવનચરિત્રના આલેખનથી તેમણે સાહિત્ય જ્ઞતમાં પદસંચાર કર્યો. ઈ. સ. ૧૯૨૯માં ગુરુ શ્રી વિજયધર્મસૂરિજીનું જીવન ચરિત્ર ભિક્ષુ સાયલાકરના ઉપનામે લખ્યું હતું. પાછળથી ભિક્ષુને સ્થાને નાનપણનું ભિખુના નામને ઉત્તરાર્ધ બનાવ્યું અને સહધર્મચારિણી જયાબહેનના નામમાંના “જયને લઈને બન્યા “જયભિખુ. ડૉ. ધીરુભાઈ ઠાકરને તે તખલ્લુસ ‘દામ્પત્યના અદ્વૈતનું પ્રતી' લાગ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ભિખુ શબ્દમાં વીતરાગતાનો ભાવ છે. જયભિખ્ખું એટલે વીતરાગતાનો જય થાવ.
પ્રેરણા અને આનંદ, કરુણા અને માંગલ્ય, સભાવ અને સુખ, ધર્મ અને જય આ એકબીજાના પર્યાયવાચી શબ્દો. જ્યાં એક છે ત્યાં બીજાની હાજરી સ્વાભાવિક જ છે. આ તથ્યોએ જીવનના સંઘર્ષના સ્વંદ્વયુદ્ધોથી દૂર રાખીને જયભિખ્ખને આંતરબાહ્યમાં ચૈતન્યગતિનો અનુભવ કરાવ્યો છે. ઐતિહાસિક નવલકથાઓમાં જયભિખ્ખએ જે-તે યુગની ઝીણવટભરી અભ્યાસપૂર્ણ વિગતો આપી સુંદર ચિત્રાંકન કર્યું છે, આમાં એમનું વિવિધ વિષયોનું જ્ઞાન પણ ધ્યાનાકર્ષક બને છે. ઐતિહાસિક નવલકથાઓમાં પૌરાણિક સંદર્ભના અર્વાચીન અર્થઘટનો બુદ્ધિજન્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. સાથે સાથે રાષ્ટ્રીય અસ્મિતાનું એમાં થયેલું નિરૂપણ કૃતિને એક અનોખું ગૌરવ પ્રદાન કરે છે.
ઈ.સ. ૧૯૩૦ના મે મહિનામાં જયભિખ્ખએ જયાબહેન સાથે લગ્ન કર્યા. જયાબહેન સાચા અર્થમાં તેમના અધગીની, સહધર્મચારિણી બની રહ્યાં. સંસ્કારસંપન્ન એ સન્નારીની આતિથ્યભાવના તો એમની જીવનમૂડી હતી. ઈ.સ. ૧૯૩૩માં અમદાવાદમાં તેઓ સ્થાયી થયા. જયભિખ્ખએ કારકિર્દીનો પ્રારંભ પત્રકારત્વથી કર્યો. તેઓ Freelance પત્રકાર હતા.
ધીરજલાલ ટોકરશી શાહના જૈન જ્યોતિ' સાપ્તાહિકના તંત્રીની જવાબદારી જયભિખ્ખએ સ્વીકારી હતી. તેમાં તેઓ અગ્રલેખ લખતા. વાર્તા લખતા અને
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખુ + ૧૭૯