________________
કર્મોનો વિપાક જાણી શાંતિથી જિંદગી પસાર કરતાં હતાં. એકબીજાના સંગાથમાં ડુંગર જેવડા દુઃખોને રાઈ જેવડા બનાવવાની શક્તિ છે તે પણ સાબિત થઈ ગયું. પ્રેમ, વિશ્વાસ, પરસ્પર પાત્રો વચ્ચેની શુભ ભાવના આવેલા દુઃખોને વામણા બનાવી દે છે, પરંતુ આ સુખની પણ દૈવને ઈર્ષા જાગી હોય તેમ, અશુભ કર્મોનો ઉદય થતાં પતિ ભીમસેનને કંઈક પ્રાપ્ત કરવાની ઇચ્છા હોવાથી થોડા સમય માટે પત્નીથી અલગ દૂર દેશાવર ગયો. આ પછી બંને પર કેટકેટલી વિપત્તિ આવી. સંકટોનો સામનો કરતાં હાર્યા ત્યારે નબળી પળે આત્મઘાતનો વિચાર પણ કર્યો, પરંતુ દૈવયોગે બચી ગયો. દુઃખનો વિપાક પૂર્ણ થતાં ધીમે ધીમે બધા સુખો સામે આવીને પાછા મળ્યા. જે હરિષેણે ભાઈની હત્યા કરી પોતે રાજ્ય હડપવાનો નિર્ણય કર્યો હતો તે હરિજેણે પણ સત્ય વાત જાણતાં પશ્ચાત્તાપ કર્યો. આ બધી બાબતોની જડરૂ૫ રાણી સુરસુંદરીને પિયર વળાવી, પોતે ભાઈની પાસે ગયો. તેને ભવ્ય સ્વાગત કરી પાછો લાવ્યો. પરંતુ સંસારની આવી વિચિત્ર પરિસ્થિતિઓએ તેના મનમાં રહેલી ત્યાગની ભાવનાને જગાડી હતી. ભાઈને કરેલા અન્યાય બદલ સદાય ડંખતા હૃદયે ભાઈ-ભાભીને પુનઃ રાજ્ય સોંપી સંયમમાર્ગે પ્રયાણ કર્યું. સુરસુંદરી પણ સાચી વાત સમજી પતિની પાછળ ચાલી નીકળી. પોતે કરેલાં પાપોનું શુદ્ધ હૃદયે પ્રક્ષાલન કરવા તે કટિબદ્ધ બની. ભીમસેને થોડા વર્ષ રાજ્ય સંભાળ્યું ત્યારબાદ બંને પુત્રો યુવાન થતાં દેવસેનનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, કેતુસેનને યુવરાજપદ સોંપ્યું. બંને પુત્રોને ખાનદાન કુળની રાજકન્યાઓ સાથે પરણાવી યોગ્ય સમયે હરિષણમુનિ પાસે ભીમસેને તથા સુરસુંદરી આર્યાજી પાસે સુશીલાએ સંયમમાર્ગ સ્વીકાર્યો.
આમ સમગ્ર કથામાં કર્મનો સિદ્ધાંત, સુખ-દુઃખની આવનજાવન, નારી ધારે તો સ્ત્રીચરિત્ર દ્વારા કેટલાયના જીવન નરક બનાવી શકે અને ચાહે તો ધરતી પર સ્વર્ગ ઉતારી શકે, દુઃખમાં હિંમત હારી માનવી તૂટી જાય છે ત્યારે ધર્મના સંસ્કારો સહારો આપે છે, ખાસ કરીને કર્મો કરેલા ભોગવવાના જ હોય તો હસતાં-હસતાં ભોગવી કર્મની નિર્જરી કરી આત્મકલ્યાણ શા માટે ન કરવું? આ બધી બાબતો પર આ કથા સારી રીતે પ્રકાશ પાડે છે. (૪) મગધેશ્વરીઃ નૃત્યાંગના ભાગ ૧, ચાણક્ય ભાગ ૨, ચિત્રલેખા ભાગ ૩
આગળ આપણે રૂપકોશા નવલકથા ભાગ-૧ રૂપકોશાઃ રાજનર્તકી તથા ભાગ-૨ રૂપકોશા: આર્ય સ્થૂલિભદ્ર કથા વિશે વિસ્તૃત રીતે જોયું. આના પછીની આગળ વધતી કથા એટલે મગધેશ્વરી ભાગ ૧-૨-૩ની કથાનું સર્જન લેખન દ્વારા થયું છે. રૂપકોશાની નાની બહેન એટલે નૃત્યાંગના ચિત્રલેખા.
તેઓએ લખેલી પ્રાણવાન ઐતિહાસિક મહાકથા મગધેશ્વરી લગભગ ૧૦૦૦ જેટલા પાનાઓની તેજસ્વી નવલકથા છે. આ નવલકથાના દળદાર ગ્રંથમાં રૂપકોશા ગ્રંથમાં આલેખાયેલી ઘટનાઓ પછીનો કાળ મુખ્યત્વે સંકલિત થયેલો છે. ત્રણ
૧૬૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષરઆરાધકો