________________
ભૂલવાડ્યા. એક જનરહિત ટાપુમાં, સુરસુંદરીને એકલી મૂકી અમર ચાલ્યો ગયો અને શરૂ થઈ એક નારીની વિતકકથા.
નાનપણમાં જ સતીજી પાસે સાંભળેલી વાણી, નવકારમંત્રનો મહિમા અને તેના જાપ સ્મરણ કરતી વખતે કેવી રીતે મંત્રઆરાધન કરવું તે બાબતોને હૃદયસ્થ કરીને સુરસુંદરીએ પોતાના જીવનમાં અને આચારમાં એવી રીતે ઉતાર્યું કે આવેલી અનેક વિપત્તિઓ પણ તેનું કશું બગાડી શકી નહિ. ઊલટાનું આવેલી વિપત્તિઓએ તેના મંત્રમાં રહેલા વિશ્વાસને વધારે દઢ કર્યો, એટલું જ નહિ ધર્મમાં રહેલા વિશ્વાસ મંત્રમાં રહેલી આસ્થાએ તેને અનેક દુઃખોમાંથી ઉગારી અંતે પતિ સાથે મિલન કરાવ્યું અને છેલ્લે બંનેએ ભાગવર્તી દીક્ષા અંગીકાર કરી. આમ આ કથાનો અંત સુખાંતમાં, ત્યાગમાર્ગે અગ્રેસર થવામાં આવે છે.
વાર્તાના મુખ્ય પાત્રો સુરસુંદરી, અમરકુમાર, રાજા રિપુમર્દન, રતિસુંદરી, ધનાવહ શેઠ, કુંજબિહારી, વસંતપ્રભા વગેરેનું આલેખન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. કુંજબિહારીની કુટિલતા, લાલસા અને વિકારી દૃષ્ટિમાં દુર્જનનો દુષ્ટાત્મા જોવા મળે છે તો પ્રબળસેન જેવા પરદુઃખભંજન, સુશીલ અને માયાળુ રાજવીમાં સજ્જનની શીતળતા જોવા મળે છે. વિદ્યાધર રાજા રત્નજી અને તેની ચાર રાણીઓનું આલેખન વાર્તાને નવા જ વળાંકે પહોંચાડે છે. અહીંથી વાર્તા સુખાંત તરફ આગળ વધે છે. વળી વિદ્યાધરોની વિદ્યા કેવા કેવા પ્રભાવ પાડી શકે છે તેનું સુંદર નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. વિદ્યાના પ્રભાવથી જ સુરસુંદરી વિમળયશ બની પોતાના પ્રાણપ્રિય પતિ અમરકુમારને શોધી શકે છે. સુરસુંદરીનું પાત્ર નારીના સહજ ગુણોની અભિવ્યક્તિ ખૂબ સુંદર રીતે કરે છે. આ જગત પર જન્મ ધરીને જેણે અપમાન, દુઃખ, તિરસ્કાર અને નફરતના બદલામાં પણ સુખ, સન્માન, આદર અને પ્રેમની ચારે બાજુ લ્હાણી કરી એવી સુરસુંદરીનું પાત્ર દર્શાવે છે કે નારી એ અબળા નથી, પુરુષોના હાથનું રમકડું નથી. નારી એ તો શક્તિનું સ્વરૂપ છે, પ્રેમ અને કરુણાની ભવ્ય મૂર્તિ છે, શૌર્ય અને સમર્પણની સરિતા છે, તપ અને ત્યાગની તેજોમૂર્તિ છે. આવી નારી જ પોતાના ગુણોના કારણે સંસ્કૃતિની ધરોહર બની રહી છે. સંસ્કૃતિનું હસ્તાંતર પેઢી દર પેઢી સુંદર, વ્યવસ્થિત અને મૂળરૂપે નારી દ્વારા જ થાય છે. માતા દ્વારા જ બાળકોમાં સુસંસ્કારનું, સંસ્કૃતિનું અને રીતરિવાજોનું અનુક્રમે સિંચન, જતન અને રોપણ થાય છે. પછી તે બાળક નર હોય કે નારી હસ્તાંતરનું કામ તો નારી દ્વારા જ થાય છે. નારીનું સ્વરૂપ ગમે તે હોય તેની ભૂમિકા અગત્યની છે. મમતાળુ માતા હોય કે માડીજાયા વીરની વ્હાલેરી બેનડી હોય, સદાય નિર્દોષ વહાલના ઝરણા વરસાવતી સ્નેહાળ ભાભી હોય કે પછી સદાને માટે પતિની સેવા કરનારી, તેના દરેક કાર્યમાં ડગલે-પગલે સાથ દેનારી અને સત્કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરતી સહધર્મચારિણી હોય કે પછી બાળકોને કથા-વાર્તાનું ઘેલું લગાડી સંસ્કારોનું ભાતું બંધાવતી દાદી કે નાની હોય. નારીનું સ્થાન અને તેનું સમાજમાં યોગદાન સદાયે મહાન છે. ૧૫૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો