________________
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી
૧ પારુલ ગાંધી
શ્રીમતી પારલબહેન ગાંધી પુસ્તક લેખન તથા સંપાદન, વિવિધ સંશોધનલેખન, ધાર્મિક અને અન્ય અભ્યાસ પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન રહેલ છે. પ્રસ્તુત લેખમાં તેઓશ્રીએ લોકોના દિલમાં વસેલા લેખક શ્રી મોહનલાલ ચુ. ધામીના સાહિત્ય ઉપર એક વિશદ નજર ફેરવીને તેનો સુંદર પરિચય કરાવ્યો છે. – સં.]
જૈન સાહિત્યનો વ્યાપ મોટો છે. ધાર્મિક શાસ્ત્ર, વાર્તાઓ, વ્યાકરણ સાહિત્ય, નાટ્યશાસ્ત્ર, ગણિત સાહિત્ય, કોશ સાહિત્ય, શિલ્ય સાહિત્ય, નિમિત્ત સાહિત્ય, વૈદક સાહિત્ય, યોગ સાહિત્ય, લલિત સાહિત્ય, સ્તોત્ર સાહિત્ય, કાવ્યો, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, જંતુવિદ્યા, જીવવિદ્યા, વનસ્પતિશાસ્ત્ર, હીરાની પરખ, ઘોડાઉછેર, દરિયાપારના દ્વીપોની કથાઓ વગેરે જૈન શાસનનો સાંસ્કૃતિક મૂલ્યવાન ખજાનો શોભી રહ્યો છે.
આવા આ ખજાનામાં સૌથી લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્યપ્રકાર રહ્યો હોય તો તે કથાસાહિત્ય છે. કથાસાહિત્ય દ્વારા તત્ત્વની અઘરી વાતો પણ સરળતાથી રજૂ કરી શકાય છે. વળી આબાલવૃદ્ધ તેને હોંશે હોંશે આવકારે છે. રસિક વર્ણન તથા ભાષા પરના પ્રભુત્વથી લોકોને જકડી રાખી શકાય છે. વાર્તાની અટપટી ગૂંથણી દ્વારા રહસ્ય અને જિજ્ઞાસા ઉત્પન્ન કરી વાચકવર્ગને આટાપાટા ઉકેલવાની આંટીઘૂંટી સમજાવી શકાય છે. કથા દ્વારા કોઈ સંદેશ આપવો હોય તો સરળતાથી આપી શકાય છે. આથી આ પ્રકાર ખૂબ જ ઉપયોગમાં પણ લેવાયો છે. ૧૯મી૨૦મી સદીમાં જે મહાન સાહિત્યકારો થઈ ગયા તેમાં સિદ્ધહસ્ત નવલકથાકાર, સરસ્વતીપુત્ર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીનો પરિચય
માતા-પિતાઃ પુંજીબા (ઝવેર ભગતના પુત્રી) તથા ચુનીલાલભાઈ ધામી
જન્મભૂમિઃ ઉત્તર ગુજરાત પાટણ મુકામે. જન્મતિથિ સં. ૧૯૬૧ જેઠ સુદ અગિયારસ. | ગૃહસ્થાશ્રમમાં પ્રવેશઃ ઉનાવાના નગરશેઠ શ્રી ભીખાચંદના પુત્રી કાન્તાબહેન સાથે સં. ૧૯૯૨ના વૈશાખ માસમાં લગ્નગ્રંથિથી જોડાયા. ૧૪૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો